Food Recipe: જો ઓછા તેલમાં બનાવવા માગો છો નાસ્તો તો આ મગની દાળના અપ્પમ (Moong Dal Appam Recipe) રહેશે બેસ્ટ! અપ્પમને ઓછા તેલમાં બનાવવામાં આવે છે પણ એ જોવામાં અને ખાવામાં બંને રીતે કમાલ હોય છે! મોટા ભાગે લોકો સોજીના અપ્પમ બનાવીને ખાતા હોય છે પણ તમે ઈચ્છો તો અન્ય વસ્તુઓ જેમ કે ઈડલી (Idli)ના બેટરથી અથવા ફક્ત મગની દાળથી પણ અપ્પમ બનાવી શકો છો. મગની દાળના અપ્પમ ખાવામાં અતિ સ્વાદિષ્ટ લાગે છે અને એ હૅલ્ધી પણ હોય છે. મગની દાળ સરળતાથી પચી જાય છે અને એમાં પ્રોટીન પણ સારી એવી માત્રામાં પ્રાપ્ત થાય છે. એક વાર તમારે આ રેસિપીને ફૉલો કરીને મગની દાળના અપ્પમ અવશ્ય બનાવવા જોઈએ…
સવાર-સવારની દોડધામમાં લોકોને એ સમજ નથી પડતી કે નાસ્તામાં શું બનાવવું! વળી સાંજે થાકીને આવ્યા પછી પણ ડિનરમાં શું કરવું એનો ક્યારેક કંટાળો આવતો હોય છે. તમે જો એવા નાસ્તા કે ડિનરની શોધમાં છો જે ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ હોય તો મગની દાળના અપ્પમથી વધુ સારો નાસ્તો હોઈ જ ન શકે! મગની દાળ ફાઇબર અને પ્રોટીન (Fiber and Protein)થી ભરપૂર હોય છે અને જે તમારા પેટને લાંબો સમય ભરેલું રાખે છે. તો ચાલો જોઇએ ઓટ્સ અપ્પમની સરળ રેસિપી…
અપ્પમ મૂળ દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને તમિલનાડુ ની પરંપરાગત વાનગી (Traditional South Indian dish) છે, પરંતુ તેમાં મગની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી મગની દાળના અપ્પમ (Moong Dal Appam Recipe) એક આધુનિક અને હેલ્ધી ફ્યુઝન રેસીપી છે જે ભારતમાં ધણી જ લોકપ્રિય છે.
શાકભાજીને સમારવાની તૈયારી કરી રાખી હોય તો માત્ર દસ કે પંદર મિનિટમાં તૈયાર થનારી આ વાનગી હૅલ્ધી (Healthy) પણ છે અને ટેસ્ટી પણ! એને વધારે સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે તમે એમાં તમારી પસંદની શાકભાજી પણ ઉમેરી શકો છો. આ નાસ્તાને તમે હળવા ડિનર (Dinner) કે બ્રેકફાસ્ટ (Breakfast) તરીકે પણ ગ્રહણ કરી શકો છો. આ સુપર હૅલ્ધી અને ટેસ્ટી (Tasty) નાસ્તો એનર્જીનો ભરપૂર સ્ત્રોત (Energy Source) છે અને કેવળ 10 મિનિટમાં રેડી (10 Minute Recipe) થઇ જાય છે.
વળી, બાળકોને ટિફિન (Lunchbox)માં આ વાનગી આપવાથી એમનું પેટ પણ ભરાશે અને એમને પોષણ પણ મળશે. કારણ કે આ તદ્દન ઓછા તેલમાં તૈયાર થઇ જાય છે. આ મગની દાળના અપ્પમ (Moong Dal Appam) ને શૅલો ફ્રાય (Shallow Fry) કરવાથી એનો સ્વાદ અનેકગણો વધી જાય છે. તો ચાલો હવે આ સુપર હૅલ્ધી રેસિપી બનાવવાની રીત અને એના માટે આવશ્યક સામગ્રી વિશે જાણી લઇએ…
શી રીતે બનાવશો મગની દાળના અપ્પમ? (Moong Dal Appam Recipe)
મગની દાળના અપ્પમ (Moong Dal Appam) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ પલાળેલી મગની દાળ
1/2 કપ પાણી
1 ઈંચ સમારેલું આદુ
2-3 લીલા મરચાં
2-3 ચમચી બેસન
1/4 કપ સમારેલા ગાજર
1-2 મોટી ચમચી સમારેલી લીલી ડુંગળી
1-2 ચમચી સમારેલી કોથમીર
1 નાની ચમચી ફ્રુટ સોલ્ટ
સ્વાદાનુસાર મીઠું
આવશ્યકતા અનુસાર પાણી
વઘાર માટે
4-5 ચમચી તેલ
6-7 મીઠા લીમડાના પાન
2-3 સૂકા લાલ મરચાં
સ્વાદાનુસાર મીઠું
અડધી ચમચી સફેદ તલ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ રાત્રે ધોઈને મગની દાળ (Moong Dal)ને પલાળી લેવી. 3-4 કલાક પલાળો તો પણ પૂરતું છે. સવારે આ પલાળેલી દાળને મિક્સરમાં પાણી વિના વાટી લેવી. એમાં વાટતી વખતે જ લીલા મરચાં અને આદુના ટુકડા ઉમેરી દેવા.
2. હવે આ બેટરમાં બેસન (Besan) મિક્સ કરવું અને ગાજર, લીલી ડુંગળી અને કોથમીર એ તમામ શાકભાજી (Vegetables)ને મિક્સ કરી લેવી. એમાં સ્વાદાનુસાર મીઠું નાખીને ફ્રુટ સોલ્ટ (Fruit Salt) મિક્સ કરવો.
3. અપ્પમ મેકરને ગરમ કરીને હળવું ગ્રીસ કરી લેવું. હવે મોલ્ડમાં તૈયાર બેટર ઉમેરીને એને ઢાંકીને પકાવી લેવું. જ્યારે અપ્પમ એક તરફ થઈ જાય એટલે ઉલટાવીને બીજી તરફ પણ પકાવી લેવા. આ જ રીતે તમામ અપ્પમ તૈયાર કરી લેવા.
4. હવે વઘારની તૈયારી કરવી. એક નાના પૅનમાં તેલ ઉમેરી એમાં રાઈ, મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચાં, સફેદ તલ વગેરેને વઘાર કરીને એમાં અપ્પમ ઉમેરી દેવા. ઉપરથી લાંબા સમારેલા લીલા મરચા, સમારેલી કોથમીર અને થોડો લીંબુનો રસ મિક્સ કરવો.
તો તૈયાર છે તમારા એકદમ ચટપટા અને સ્વાદિષ્ટ મગની દાળના અપ્પમ (Moong Dal Appam)…જેને તમે લીલી ચટણી, નારિયેળની ચટણી અથવા તો મગફળીની ચટણી સાથે ખાઈ શકો છો. બાળકોને તો ટોમેટો કેચઅપ સાથે ખાવામાં વધારે સ્વાદિષ્ટ લાગશે! એક વાર આ પ્રોટીન પેક્ડ રેસિપી (Protein Packed Recipe) અવશ્ય ટ્રાય કરવી.
આ પણ વાંચો: નવરાત્રિ સ્પેશ્યલ ફરાળી અપ્પમ…સામા કે મોરૈયા વડે બનાવો અને લીલી તીખી ચટણી સાથે ખાઓ!
આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં બનાવો ઓટ્સ અપ્પમ…સ્વાદમાં લાજવાબ…વેટ લૉસ જર્નીમાં મદદગાર રેસિપી..!
આ પણ વાંચો: સોજી-બેસનના અપ્પમ બનાવો 10 મિનિટમાં, ઝટપટ જોઇ લો આ રેસિપી…
