Not Set/ જામનગરમાં ખેડૂતોનું પ્રદર્શન, લલિત કગથરાએ કર્યા સરકાર પર પ્રહારો

ગુજરાત સરકાર પાસેથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગરમાં પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જેના કારણે ખેડૂતો દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આજ મંગળવારના રોજ કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાના નેતૃત્વમાં ખેડૂતોએ જામ લગાવ્યો હતો. ખેડૂતોએ રસ્તાઓ પર દૂધ-શાકભાજી ફેંકી અને પોતાની નારાજગી અને સૂત્રોચ્ચાર દ્વારા રોષ દર્શાવ્યો હતો. જામનગરના […]

Ahmedabad Top Stories

ગુજરાત સરકાર પાસેથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગરમાં પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જેના કારણે ખેડૂતો દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

આજ મંગળવારના રોજ કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાના નેતૃત્વમાં ખેડૂતોએ જામ લગાવ્યો હતો. ખેડૂતોએ રસ્તાઓ પર દૂધ-શાકભાજી ફેંકી અને પોતાની નારાજગી અને સૂત્રોચ્ચાર દ્વારા રોષ દર્શાવ્યો હતો. જામનગરના પડઘડી ચોકડી પાસે રોડ પર જામ કરી અને રસ્તો રોકી સૂત્રોચ્ચારો કર્યા હતા. આ સંપૂર્ણ બાબતના કારણે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી, જ્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે શબ્દોચ્ચાર દ્વારા ઘર્ષણ થયું હતું.

લલિત કગથરાએ ભાજપ સરકાર પર પ્રહારો કરી પાકના વીમાઓના લાભો અને કપાસના પૂરતા ભાવ ના અપાવી ખેડૂતોને કંગાળ બનાવવી દેવાનો આક્ષેપ કર્યો હતો.