Not Set/ રાજકોટમાં મેચ પૂર્વે ટીમ ઇન્ડીયાનાં ખેલાડીઓએ માણ્યો ફિલ્મનો જલવો

રાજકોટમાં ભારત વિરૂદ્ધ બાંગ્લાદેશ સીરીઝની બીજી T-20 મેચ માટે આવી પહોંચેલી બનેં ટીમો દ્વારા મેચ પૂર્વે જોરદાર નેટ પ્રેકટીસ કરવામાં આવી હતી. જોકે, હાલ ગુજરાત પર વરસાદી વાદળો હોવાનાં કારણે અને વાવાઝોડા મહાની અસરને કારણે રાજકોટમાં મેચ સમયે જ વરસાદી વિધ્ન જોવામાં આવી રહ્યું છે. બધી હકીકતો વચ્ચે ટીમ ઇન્ડિયનએ રાજકોટમાં ફિલ્મની મજા માણી હોવાનાં […]

Rajkot Gujarat Sports
shikhar રાજકોટમાં મેચ પૂર્વે ટીમ ઇન્ડીયાનાં ખેલાડીઓએ માણ્યો ફિલ્મનો જલવો

રાજકોટમાં ભારત વિરૂદ્ધ બાંગ્લાદેશ સીરીઝની બીજી T-20 મેચ માટે આવી પહોંચેલી બનેં ટીમો દ્વારા મેચ પૂર્વે જોરદાર નેટ પ્રેકટીસ કરવામાં આવી હતી. જોકે, હાલ ગુજરાત પર વરસાદી વાદળો હોવાનાં કારણે અને વાવાઝોડા મહાની અસરને કારણે રાજકોટમાં મેચ સમયે જ વરસાદી વિધ્ન જોવામાં આવી રહ્યું છે.

બધી હકીકતો વચ્ચે ટીમ ઇન્ડિયનએ રાજકોટમાં ફિલ્મની મજા માણી હોવાનાં સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી શિખર ધવન સહિત ભારત ક્રિકેટ ટીમના અન્ય ખેલાડીએ પણ રાજકોટનાં મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ જોવાનો આનંદ લૂટ્યો હતો. 

આમ મેચ પૂર્વે ટીમ ઇન્ડિયાએ હળવાસની પળો માણી હતી. આપને જણાવી દઇએ કે ભારતીય ક્રિકેટ ટીમનાં તમામ ખેલાડીઓ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રાજકોટનાં 132 fts રીંગ રોડ પર આવેલા એક મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ જોવા આવ્યા હતા. જો કે, ટીમ દ્વારા આ સમયે ખેલાડીઓનાંં ચાહકોને અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.