Not Set/ બનાસકાંઠા/  અમીરગઢના ઇકબાલગઢ હાઈવે ત્રિપલ અકસ્માત, 4 ના મોત

ઇકબાલગઢ હાઈવે મમતા હોટલ પાસે ગમખ્વાર અકસ્માત ટ્રક, મીની લક્ઝરી અને અલ્ટો ગાડી વચે અકસ્માત અકસ્માતની ઘટનામાં 4 ના લોકોના મોત અકસ્માત 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા ગુજરાત રાજ્યમાં મોટર વાહન કાયદાનું સખતાઈથી પાલન થતું હોવા છતાંય રાજ્યમાં દિવસે ને દિવસે હાઇવે પર અકસ્માતની સંખ્યા વધતી જાય છે. કેટલીકવાર ઓવર […]

Gujarat Others
  • ઇકબાલગઢ હાઈવે મમતા હોટલ પાસે ગમખ્વાર અકસ્માત
  • ટ્રક, મીની લક્ઝરી અને અલ્ટો ગાડી વચે અકસ્માત
  • અકસ્માતની ઘટનામાં 4 ના લોકોના મોત
  • અકસ્માત 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત
  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

ગુજરાત રાજ્યમાં મોટર વાહન કાયદાનું સખતાઈથી પાલન થતું હોવા છતાંય રાજ્યમાં દિવસે ને દિવસે હાઇવે પર અકસ્માતની સંખ્યા વધતી જાય છે. કેટલીકવાર ઓવર સ્પિડ, તો ક્યારેક ખોટી ઉતાવળ ના કારણે તો ક્યારેક ડ્રાઈવરની બેદરકારી  અકસ્માતનું કારણ બને છે. અને ચાલક સહીત મુસાફરોએ તેની કિમત ચૂકવવી પડતી હોય છે.

આજે  ઇકબાલ ગઢ હાઇવે પર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જયારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ઇકબાલ ગઢ હાઇવે પર મિની બસ, અલ્ટો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મમતા હોટલ પાસે સર્જાયેલો આ અકસ્માત એટલો ગંભીર હતો કે 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને ઘટના સ્થળે 4 લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માત કયા કારણોસર થયો તે અંગે હજુપણ કારણ અકબંધ છે.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હાલ આ ઘટના અંગે ફરિયાદ દાખલ કરી, ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મુકેશ ઠાકોર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.