કોરોના વાઈરસના પગલે ચાલતા લોક ડાઉનમાં રોજ કમાઈને રોજનું ખાતા વર્ગની હાલત કફોડી બની છે તેને ઉગારવા માટે ગુજરાતે જાહેર કરેલ આત્મનિર્ભર યોજના હવે ખુદ સરકાર માટે મુસીબત ઉભી કરી રહી છે. પહેલા તો આ લોન લેવા માટે લાંબી લાંબી લાઈનો લાગી અને પછી ફોર્મ ખુટી પડ્યા પછી સરકારે ખુદ યુ ટર્ન માર્યો અને હવેખુદ ભાજપના નેતા જ કહી રહ્યા છે કે, સરકારને આ યોજના સાથે કોઈ લેવા દેવા નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર દ્વારા આત્મનિર્ભર સહાય યોજનાના સંબંધી રાજકોટના ભાજપના નેતા જેન્તિ ઢોલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં તેમણે સરકારની જાહેરાતને લઈને કહ્યું છે કે, આ લોનથી સરકારને કોઈ લેવા દેવા નથી. નોધનીય છે કે, જેન્તી ઢોલ ગોંડલ નાગરિક સહકારી બેંકના ચેરમેન છે.તેમની આ ઓડિયો ક્લિપએ હાલ તો ભાજપ માટે વિવિઅદ્નો મધપુડો છેડ્યો હોવાનું જણાઈ આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
