@દિવ્યેશ પરમાર
Surat News: સુરતના પારલે પોઇન્ટ વિસ્તારમાં આવેલ એક ખાનગી ટ્યુશનમાં ABVP કાર્યકર્તાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું તેમના આક્ષેપ હતા કે ખાનગી ટ્યુશન સંચાલક વધુ પડતી ફી લઈ રહ્યો છે સાથે જ એકની વધુ તો એકની ઓછી એ પ્રકારે વાલા દવલાની નીતિ અપનાવી રહ્યો છે જોકે ABVP કાર્યકર્તાઓ દ્વારા રીતસરની દાદાગીરી કરવામાં આવી હોય તે પ્રકારે ટ્યુશનના પોસ્ટરો ફાડી ક્લાસીસમાં હલ્લાબોલ કર્યો હતો.
ABVP દ્વારા શહેરમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોને લઈ અનેક વખત વિરોધ પ્રદર્શન કરતા હોય છે વિદ્યાર્થીને કોઈપણ પડતી અગવડતાને લઈ ABVP હંમેશા મેદાનમાં આવતું હોય છે. પરંતુ ધીમે ધીમે ABVP ના કાર્યકર્તાઓ રીતસર દાદાગીરી કરતા હોય તે પ્રકારના અસભ્ય વર્તનો કરી રહ્યા છે તેવી જ રીતે પાર્લે પોઇન્ટ પર આવેલ એક ખાનગી ટ્યુશનમાં ABVP ના કાર્યકર્તાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં કરવામાં આવ્યો હતો.
ABVP ના કાર્યકર્તાઓ દ્વારા ટ્યુશન સંચાલક સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ટ્યુશન સંચાલક દ્વારા અમુક વિદ્યાર્થીઓની ફી વધારે લેવામાં આવે છે તો અમુક વિદ્યાર્થીની ફી ઓછી લેવામાં આવે છે એક જ ફેકલ્ટી અને એક જ વિષયમાં હોવા છતાં વાલા દવલાની નીતિ અપનાવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેને લઇ ABVPના કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ખાનગી ટ્યુશન ક્લાસીસમાં જઈ ક્લાસીસમાં રહેલા પોસ્ટરો તોડી નાખ્યા હતા.
એક તરફ જોવા જઈએ તો સમગ્ર મામલે ABVP ના કાર્યકર્તાઓએ કાયદો પોતાના હાથમાં લીધો હોય એ પ્રકારનો ઘાટ સર્જાયો હતો મહત્વનું છે કે આ પ્રકારે કોઈ પણ જગ્યાએ વિરોધ કરવા જાય તે પહેલા જવાબદાર અધિકારીને રજૂઆત કરવાની હોય છે તેમ છતાં ABVP ના કાર્યકર્તાઓ દ્વારા કાયદો પોતાના હાથમાં લઈ ટ્યુશન સંચાલક સામે નારે બાજી કરી તેમના પોસ્ટરો ફાડી નાખ્યા હતા.
આ પણ વાંચો:દીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને
આ પણ વાંચો: જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી
આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો
આ પણ વાંચો:લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ

