અમદાવાદઃ પત્નીના ખૂનના આરોપી અને ભાગેડુ તરૂણ જીનરાજ પોલીસથી બચવા કરેલા જબરજસ્ત આયોજન છતાં પોલીસે તેને દિલ્હીમાંથી પકડી પાડ્યો હતો. ચોથી ઓગસ્ટના રોજ સાબરમતી જેલમાંથી જામીન મેળવ્યા પછી ભાગતા ફરતા આ આરોપીને અમદાવાદની સાઇબર ક્રાઇમ પોલીસે દિલ્હીના નજફગઢમાંથી પકડ્યો ત્યારે આરોપી પોતે પણ ચોંકી ગયો હતો. તે સમજી જ ન શક્યો કે તેના ભાગવાના આટલા જબરજસ્ત આયોજન છતાં પોલીસે તેને કઈ રીતે પકડ્યો.
આરોપીએ 2003માં વેલેન્ટાઇન ડેના રોજ પત્ની સજનીની હત્યા કરી હતી. તેના પછી ઝીણરાજ 15 વર્ષ સુધી ભાગતો ફરતો રહ્યો હતો અને 2018માં પકડાયો હતો. તેના પછી તે જેલમાં હતો. પછી ચોથી ઓગસ્ટે જામીન પર છૂટ્યા બાદ તે છૂમંતર થઈ ગયો હતો. જો કે પોલીસને લાગતું જ હતું કે તરૂણ જીનરાજ ભાગવાનો પ્રયાસ કરશે. તેથી તે ભાગ્યો ત્યારે તેને પકડવા માટે સિટી સાઇબર ક્રાઇમના ડીસીપી અજીત રંજનની આગેવાની હેઠળ પાંચ સભ્યોની ટીમ રચવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ તરૂણ જીનરાજ દિલ્હીમાં જસ્ટિન જોસેફ તરીકે રહેતો હતો. તેણે તેના માથા પરના બધા વાળ શેવ કરાવી દીધા હતા, ગળા અને હાથ પર ટેટ્ટુ લગાવી દીધુ હતુ, તેણે વિગ બનાવડાવી હતી. તેણે કોસ્મેટિક સર્જન પાસે હેર ટ્રાન્સપ્લાન્ટ સેશન શરૂ કરાવ્યું હતું. તે કાયમી ધોરણે ટેટ્ટુ આર્ટિસ્ટની મુલાકાત લેતો હતો. તેના લીધે તે અગાઉનો ઝીણારાજ છે તેવી કોઈ કલ્પના પણ કરી શકે તેમ ન હતું. તેણે ઇન્ટરનેટ પર પણ તેના આ જ પ્રકારના ફોટા વાઇરલ કર્યા હતા.
તેણે જસ્ટિન જોસેફના નામે દિલ્હી પોલીસમાં પાછી ખોટી FIR પણ નોંધાવી હતી કે તેનો સામાન અને ઓળખપત્રો દિલ્હી આવતી ટ્રેનમાંથી ચોરાઈ ગયા છે. તેથી પોલીસ પાસેથી મળેલા પ્રમાણપત્રના આધારે તેણે પીજીની સગવડ મેળવી લીધી હતી. ઝીણરાજને 20મી જુલાઈના રોજ કામચલાઉ જામીન મળ્યા ત્યારે તેણે પોલીસને જણાવ્યું હતું કે તેને ગેરંટર શોધવામાં તકલીફ પડી રહી છે. તેન પછી તેણે ચાર ઓગસ્ટના રોજ જેલ છોડી હતી. સત્તાવાળાઓને શંકા હતી કે તે ભાગવાનું આયોજન કરી રહ્યો છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સાબરમતી સેન્ટ્રલ જેલની આસપાસમાંથી થયેલા બધા ફોન સ્કેન કર્યા હતા અને તેમા કેટલાક નંબર પર વારંવાર ફોન આવતા હોવાનું માલૂમ પડ્યું હતું. તેના દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમે ઝીણરાજને મદદ કરનારા લોકોની માહિતી પૂરી પાડી હતી.
તરૂણ જીનરાજે નજફગઢ એટલા માટે કર્યુ કે ત્યાં કોર્પોરેટ જોબ્સ માટે આવેલા સાઉથ ઇન્ડિયન મોટાપાયા પર રહે છે. એક વખત તરૂણ જીનરાજ નજફગઢમાં હોવાનું નક્કી થયા પછી પાંચ સભ્યોની ટીમે તે જે-જે સ્થળોની મુલાકાત લેતો હતો તેના પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યુ. તેઓની પાસે ઝીણરાજની બધા જ ખાસિયતો વર્ણવતુ ડોઝિયર તૈયાર હતુ, જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2018માં બનાવ્યું હતું. તેથી પોલીસને ઝીણરાજની રજેરજની ખબર હતી.
દિલ્હીમાં તેનો ટ્રેક રાખીને પોલીસે તેના પીજીની સરનામુ મેળવી લીધુ હતુ. તે ત્યાં રહે છે તેની ખાતરી કરી પોલીસે દરવાજો નોક કર્યો હતો અને દરવાજો ખુલતા જ ઝીણારાજ તેની સામે અમદાવાદની પોલીસ જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો.
આ પણ વાંચોઃ Bet Dwarka-Development/ સરકાર પાસે તૈયાર છે બેટ દ્વારકાના વિકાસનો માસ્ટર પ્લાન
આ પણ વાંચોઃ Nobel Peace Prize/ કોણ છે ‘નરગીસ મોહમ્મદી’? જેને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર
આ પણ વાંચોઃ અમદાવાદ/ કુતરા કેટલા કાતિલ! વાંચો એક વર્ષમાં કેટલા લોકોને ભર્યા બચકા

