સુરેન્દ્રનગર/ ચોટીલામાં પ્રેમી પંખીડા ઝાડ પર ખાધો ફાસો કર્યો આપઘાત

ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે મોરબીના પ્રેમી પંખીડાએ મંદિરમાં કર્યો આપઘાત

Gujarat Others
આપઘાત
  • ચોટીલાના ઝીંઝુડા ગામે પ્રેમી પંખીડાનો આપઘાત
  • પ્રેમી યુગલએ મંદિરના કમ્પાઉન્ડમાં ઝાડ પર ખાધો ફાસો
  • પોલીસે યુવક અને યુવતીના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતાર્યા
  • બંનેની બોડીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી વધુ તપાસ હાથ ધરી

Surendranagar News: ચોટીલાના ઝીંઝુડા ગામે પ્રેમી પંખીડાઓએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. મોરબી જીલ્લાના સુલતાનપુર ગામના યુવાન વિશાલ લાભુભાઇ પાટડીયા અને તેની પ્રેમિકા સપના મુન્નાભાઇ સીસણોદાએ ઝાડની ડાળીએ દુપતા વડે ફાસો લગાવી આપઘાત કરી દેતા ચકચાર મચી ગઈ છે. આ અંગે પોલીસને જાણ થતા પોલીસે તુરંત ઘટના સ્થળે જઈને યુવક અને યુવતીના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના સુલતાનપુર ગામના પ્રેમી પંખીડા ઘરેથી ભાગી ગયા હતા. જે બાદ જાલીમ જમાનો અને સમાજ પોતાને એક નહીં થવા દે, એવું વિચારીને બન્ને જણાએ ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે ઝાડ પર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધુ હતુ. ત્યારે ચોટીલા પોલીસ તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરતા આ બંને પ્રેમી યુગલ પોતાના ઘરેથી બે દિવસ પહેલા પોતપોતાના નાસી છુટ્યા હતા અને અચાનક જ બંનેના મગજમાં એવું સુજી હશે કે સમાજ હવે એક સવાર નહીં દે તેવી બીક ના લીધે બંને પ્રેમી યુગલે આત્મહત્યા કરી લીધી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ વિશાલ પાટડીયા અને યુવતીની ઓળખ સપના સીસોણદા તરીકે થઈ છે, જેઓ સુલતાનપુર ગામમાં રહેતા હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો પોલીસે બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ચોટીલાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર

આ પણ વાંચો:ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે

આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..

આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ