Gandhinagar News: ગુજરાતમાં અગાઉ નકલી PMO, નકલી CMO અધિકારી, ગૃહરાજ્ય મંત્રીનો નકલી PA બાદ થોડા મહિના અગાઉ બોગસ સરકારી કચેરીનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. ત્યારે આવામાં વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં IAS અધિકારીની ટોળકીએ સરકારી નોકરીની લાલચ આપીને 60 લાખ ખંખેરી લીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. મહત્વની વાત એ છે કે બોગસ પરીક્ષા પણ લઈ લેવામાં આવી હતી.
કૌભાંડીઓએ કેન્દ્ર સરકારની ઉદ્યોગ નિગમ એકમ નામની ઓફિસમાં ભરતીના નામે ગુજરાતીમાં જાહેરાત પ્રસિદ્ધ કરી હતી. વર્ગ-3 અને વર્ગ-4માં ભરતી કરવામાં આવશે તેમ જણાવાયું હતું. કૌભાંડી ગેંગના એક ગુપ્તાએ પોતાને IAS હોવાનો દાવો કર્યો હતો. અને વિનોદ પટેલ તેનો ભાગીદાર હતો. આ ટોળકીએ ગાંધીનગરની સ્ટાફ ટ્રેનિંગ કોલેજ અને બાલાશિનોરની સરસ્વતી સ્કૂલમાં પણ નકલી પરીક્ષાઓ આપી હતી જેથી નોકરીવાંચ્છુઓને કૌભાંડની સુરાગ ન મળે.
અમરેલીના 56 વર્ષીય પત્રકાર હરેશ ટાંકે ગયા માર્ચ મહિનામાં ગાંધીનગર પોલીસમાં કૌભાંડ અંગે ફરિયાદ કરી હતી. હવે ગાંધીનગર સેક્ટર-7 પોલીસે પ્રાથમિક તપાસ બાદ ગુનો નોંધ્યો છે.
તમને જણાવી દઈએ કે, હરેશને તેના મિત્ર અમરેલીમાં જ રહેતા રણજીતસિંહે ગત મે મહિનામાં ગાંધીનગરમાં જુના સચિવાલયમાં જ વિનોદ પટેલની ઓળખાણ દાહોદના નિવત શિક્ષક તરીકે અને મિડીયાના માણસ તરીકે કરાવી હતી. પરિણામે પરિચય આગળ વધ્યો હતો. આ દરમિયાન વિનોદ પટેલે અખબારમાં છપાયેલી ઉદ્યોગ નિગમ એકમ અને ગ્રાન્ટ ઇન એઇડ નિગમના નામથી વર્ગ 3 અને વર્ગ ૪ના કર્મચારીની 75 જગ્યાની ભરતી કરવા સંબંધેની જાહેરાત બતાવીને અધિકારી સલાથે સેટિંગ હોવાનું કહી રૃપિયા 20 લાખ આપવાથી કાયમી સરકારી નોકરી મળી જશે તેવી વાત કરી હતી.
આટલું જ નહીં, અસલી પરીક્ષા લઈ નકલી ઓર્ડર આપ્યા હતા. સાથે જ નોકરીની લાલચ આપી પૈસા પડાવ્યાનો આરોપ છે. ફરિયાદી અને તેના મિત્રોએ પૈસા આપ્યા હતા. ગાંધીનગર અને બાલાસિનોરમાં પરીક્ષા લેવાઈ હતી. ગાંધીનગર સેક્ટર 17 સ્ટાફ ટ્રેનિંગમાં પરીક્ષા લેવાઈ હતી. બાલાસિનોરની સરસ્વતી હાઇસ્કૂલમાં પરીક્ષા લેવાઈ હતી. જ્યારે પરીક્ષા કેન્દ્રો પણ નકલી હોવાની શક્યતા છે. ઉપરાંત અન્ય કેટલા લોકોએ પરીક્ષા આપી તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે. સમગ્ર કાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે? તેની તપાસ થઇ રહી છે.
આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’
આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ
આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ
આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ
