Chotaudepur news/ બોડેલીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોડતો હાઈવે “ડેન્જર ઝોન” બન્યો

વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળને જોડતો આ હાઈવે વરસાદના દિવસોમાં તો વધુ જ જોખમી બની જાય છે. ખાડાઓમાં પાણી ભરાતા સમગ્ર રસ્તો પાણીમા ડૂબેલો લાગે છે.

Top Stories Gujarat

  @સુલેમાન ખત્રી

Chotaudepur News: બોડેલી થી રાજપીપલા તરફ જતા મોડાસર ચોકડી પાસે રસ્તાની દયનીય હાલત. શું તંત્ર મોટો અકસ્માત સર્જાય બાદ જાગશે?છોટાઉદેપુર જિલ્લાના બોડેલીથી વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જતો નેશનલ હાઈવે નંબર 56 હાલ ગંભીર રીતે ખસ્તા હાલતમાં છે. ખાસ કરીને ઢોકલિયા ચોકડીથી મોડાસર ચાર રસ્તા સુધીના ભાગમાં રસ્તા પર ઠેરઠેર ઊંડા અને વિશાળ ખાડાઓ દેખાઈ રહ્યા છે, જેના કારણે આખો માર્ગ હવે “ડેન્જર ઝોન” બની ગયો છે.

વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળને જોડતો આ હાઈવે વરસાદના દિવસોમાં તો વધુ જ જોખમી બની જાય છે. ખાડાઓમાં પાણી ભરાતા સમગ્ર રસ્તો પાણીમા ડૂબેલો લાગે છે. આવાંમાં, વાહનચાલકોને ખાડાઓનો અંદાજ ન આવતાં વાહનો ખાડામાં ફસાઈ જાય છે. દુર્ઘટનાઓનો ખતરો વધ્યો છે અને અનેક વખત લોકો પડી જતાં તેમજ બાઇકો.. વાહનો ઉછળવાના બનાવો સામે આવ્યા છે.

રસ્તા પર એક તરફના ભાગમાં પડેલા ઊંડા ખાડાઓને કારણે જ્યારે સામેથી વાહનો આવે છે ત્યારે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થાય છે. અનેક વાહન ચાલકો કહે છે કે, “આ રસ્તો હવે પ્રવાસ માટે નહીં, પણ જીવ બચાવવાનો પડકાર બની ગયો છે.” મુસાફરો બચવું કે આગળ વધવું — એમાંથી એક પસંદ કરવાનું હોય તેમ હાલત બની છે.

સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે નારાજગી છે. તમામનું માંગ છે કે તુરંત કામગીરી હાથ ધરવામાં આવે અને આ હાઈવેનું સમારકામ કરાય, જેથી વધારે જાનહાનિ અટકાવી શકાય.

વાહન ચાલકોને હાલાકી અધિકારીઓના વાહનો પણ અહીંથી પસાર થાય છે છતાં કોઈ પગલા લેવાતા નથી. રસ્તાની દુર્દશા વચ્ચે દિવસેને દિવસે નાના મોટા અકસ્માતોની સંખ્યા વધી રહી છે. લોકોના મનમાં હવે ચિંતા ઉદભવી છે કે, “શું તંત્ર ખરેખર મોટો અકસ્માત થયા પછી જ જાગશે?”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ, 1 વ્યક્તિ અને 1 પશુંનું મોત

આ પણ વાંચો:આજે ગુજરાતના આ આઠ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના

આ પણ વાંચો:ગરમીનું તાપમાન રહેશે ઊંચુ, કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડશે