Asia Cup Winner: એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે એક માનવતાભર્યું અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. મેદાન પર પોતાની આગવી બેટિંગ શૈલીથી પ્રખ્યાત સૂર્યકુમારે પોતાના મન અને દિલથી એક મોટી જાહેરાત કરી છે.
પાછલા કેટલાક દિવસોમાં AAPના નેતાએ સૂર્યકુમારને પડકાર આપ્યો હતો કે જો તેની પાસે હિંમત હોય તો પોતાની મેચ ફી દાન કરે, જેથી પહલગામ આતંકવાદી હુમલાના શિકાર બનેલા લોકોના પરિવારોને મદદ મળી શકે. આ પડકારને સૂર્યકુમારે ગંભીરતાથી લીધો અને પોતાના કૃત્ય દ્વારા સાબિત કર્યું કે તે માત્ર ક્રિકેટર જ નહીં પરંતુ એક સંવેદનશીલ નાગરિક પણ છે.
The two-penny AAP MLA, clown of Arvind Kejriwal, had the audacity to challenge Team India’s captain to donate his match fee to the Armed Forces in support of the Pahalgam terror attack victims.
Our captain responded in style. pic.twitter.com/Q1ZegAN4JP
— Amit Malviya (@amitmalviya) September 29, 2025
સૂર્યકુમારે જાહેરાત કરતાં જણાવ્યું
સૂર્યકુમાર યાદવે X પર પોસ્ટ કરી, મોટી ઘોષણા કરી.. કહ્યું કે……..
“મેં આ ટુર્નામેન્ટમાંથી મારી મેચ ફી આપણા સશસ્ત્ર દળો અને પહલગામ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા લોકોના પરિવારોને મદદ કરવા માટે દાન કરવાનો નિર્ણય લીધો છે. તમે હંમેશા મારા વિચારોમાં રહેશો.”
I have decided to donate my match fees from this tournament to support our Armed Forces and the families of the victims who suffered from the Pahalgam terror attack. You always remain in my thoughts 🙏🏽
Jai Hind 🇮🇳
— Surya Kumar Yadav (@surya_14kumar) September 28, 2025
આ નિર્ણય માત્ર રમતગમતની દુનિયા માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા હતા અને તેના પરિવાર પર અચાનક આફત આવી હતી. આવા સમયે સૂર્યકુમારનો આ સહાનુભૂતિસભર પગલું દેશભક્તિ અને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ છે.
લોકો ક્રિકેટરો પર ઘણી વખત આક્ષેપ થયા છે કે તે માત્ર પોતાની કમાણી અને કારકિર્દી પર જ ધ્યાન આપે છે. પરંતુ સૂર્યકુમારે આ માન્યતાને ખોટી સાબિત કરી. તેમના આ પગલાએ લાખો લોકોને બતાવ્યું છે કે રમતવીરોની જવાબદારી માત્ર મેદાન સુધી સીમિત નથી, પરંતુ તેઓ સમાજના દુઃખમાં પણ ભાગીદાર બની શકે છે.
આવો નિર્ણય ખેલાડીઓ માટે એક પ્રેરણાસ્ત્રોત બની શકે છે. જો અન્ય ક્રિકેટરો અને ખેલાડીઓ પણ આવી રીતે સામાજિક જવાબદારી નિભાવશે તો દેશના અનેક મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને સહાય મળશે.
સૂર્યકુમારના આ કાર્યથી એ પણ સાબિત થયું કે દેશની સેવા અનેક રીતે થઈ શકે છે – ક્યારેક બેટ અને બોલથી મેદાનમાં, તો ક્યારેક પોતાની કમાણીનો હિસ્સો દાન કરીને.
આ પણ વાંચો: sports news/સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સાથે પ્રી-ફાઇનલ ફોટોશૂટનો કર્યો ઇનકાર
આ પણ વાંચો: Asia Cup/એશિયા કપ ફાઇનલ પહેલા પાકિસ્તાનમાં વધુ એક નાટક ઊભું કર્યું… PCB ચીફ નકવી ચૂકવશે હરિસ રૌફનો દંડ
આ પણ વાંચો: sports news/એશિયા કપ ફાઇનલ પહેલા પાકિસ્તાનના કપ્તાન સલમાન આગાએ ભારતીય ટીમને હરાવવાની કરી વાત
