Not Set/ સુરતમાં ગેલેરીમાં રમતા રમતા 2 વર્ષનું બાળક ચોથા માળેથી નીચે પટકાયું, માતાની નજર સામે જ મોત

બાળકોને રમતો છોડીને પત્ની રસોઈ બનાવતી હતી. ત્યારે મોટી દીકરી રમવા માટે નીચે ગઈ. પત્નીનું ધ્યાન ભટકાઈ ગયું અને માતાએ સાહિલને રમતા રમતા અને ગેલેરીમાંથી નીચે પડતા જોયો,

Gujarat Surat
રમતા રમતા

સુરતના સાયણ ગામમાં ચોથા માળેથી પટકાતાં બાળકનું મોત થયાની કરૂણ ઘટના બની હતી.સિદ્ધિ વિનાયક સોસાયટીના ચોથા માળે માતા ઘરમાં હતી ત્યારે બાળક ગેલેરીમાં આવ્યું હતું અને રમતા રમતા બે વર્ષનું બાળક નીચે પડી ગયું હતું.માતાને ઘટનાની જાણ થતાં જ બાળકને તરત હોસ્પિટલ લઈ જવાયો હતો.પરંતુ સારવાર મળે તે પહેલાં જ બાળક મોતને ભેટ્યું હતું. તો બાળકના મોતથી પરિવાર શોકમાં સરી પડ્યો હતો.

આ પણ વાંચો :ભુજના ધાણેટી પાસે ટ્રક અને ડમ્પર અથડાતા લાગી આગ, બે ડ્રાઈવર જીવતા ભૂંજાયા

આ મામલે મળતી માહિતી અનુસાર, મજુર પરિવાર ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી છે ત્યારે તેઓ લૂમ્સના ખાતામાં કામ કરે છે. સાહિલ માત્ર 2 મહિનાનો હતો. બાળકોને રમતો છોડીને પત્ની રસોઈ બનાવતી હતી. ત્યારે મોટી દીકરી રમવા માટે નીચે ગઈ. પત્નીનું ધ્યાન ભટકાઈ ગયું અને માતાએ સાહિલને રમતા રમતા અને ગેલેરીમાંથી નીચે પડતા જોયો, પરંતુ બાળકના પિતાએ આગળ કહ્યું કે ઘણું મોડું થઈ ગયું હતું.

a 510 સુરતમાં ગેલેરીમાં રમતા રમતા 2 વર્ષનું બાળક ચોથા માળેથી નીચે પટકાયું, માતાની નજર સામે જ મોત

ઓલપાડ પોલીસે પોસ્ટમોર્ટમ વગર બાળકનો મૃતદેહ અંતિમ વિધિ માટે પરિવારને સોંપી દેતા ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે મેડિકલ ઓફિસર ડો. MC ચૌહાણએ જણાવ્યું હતું કે, જો મૃતકની પડવાની હિસ્ટ્રી હોય તો પોસ્ટ મોર્ટમ કરવું જોઈએ.

આ પણ વાંચો :વડનગરમાં 12મી અને 13મી નવેમ્બરના રોજ યોજાશે તાના-રીરી મહોત્સવ

ઉલ્લેખનીય છે કે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પણ ગયા મહિને આવી જ એક ઘટના બની હતી. જેમાં બિલ્ડિંગના આઠમાં માળેથી બે વર્ષનું બાળક નીચે પટકાતા કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાના હૃદય કંપાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં બાળક ગ્રિલ પર રમતું હતું અચાનક નીચે પટકાયું હતું.

સુરતમાં અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. જેથી માતા-પિતા માટે આ કિસ્સાઓ ચેતવણીરૂપ છે. એટલે કે, જ્યારે પણ તમે કોઈ કામમાં વ્યસ્ત રહો તો તમારા બાળકની સેફ્ટીનું ખાસ ધ્યાન રાખો. બાળકને ક્યારેય એકલા ન મૂકો, અથવા તો બાલ્કની, ગેલેરી અથવા મેઈન ડોર બંધ રાખો જેથી બાળક સુરક્ષિત રહી શકે.

આ પણ વાંચો :વડોદરા બાદ રાજકોટમાં પિતા-પુત્રએ ટૂંકાવ્યું જીવન, જાણો શું છે કારણ

આ પણ વાંચો :  રાજયમાં બે દિવસથી ઠંડીનો ચમકારો, આગામી ત્રણ દિવસમાં હાડ થીજવતી ઠંડી પડશે

આ પણ વાંચો :ધ્રાંગધ્રાના તાલુકા વિકાસ અધિકારીએ સ્ટાફ કર્મચારીઓની સરપ્રાઇઝ મીટીંગ ગોઠવીને મીઠાઇ વહેંચી