ચિંતાજનક/ રાજકોટમાં બે દિવસમાં હાર્ટએટેકથી 6નાં મોત, પરિવારો પર જાણે આભ તૂટ્યું

રાજકોટ શહેરમાં છેલ્લા થોડા દિવસોમાં હૃદય રોગના કારણે મૃત્યુ થવાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. તે ચિંતાનું કારણ પણ કહી શકાય.

Gujarat Rajkot
Mantavyanews 22 રાજકોટમાં બે દિવસમાં હાર્ટએટેકથી 6નાં મોત, પરિવારો પર જાણે આભ તૂટ્યું

હાર્ટ એટેકથી થતાં મૃત્યુના બનાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.  ત્યારે રાજકોટમાં વધુ એક 28 વર્ષીય યુવકની હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી છે. મંગળવારના રોજ સવારે ગૌતમ વાળા બાથરૂમમાં ગયો હતો. ત્યારબાદ તે અચાનક જ ઢળી પડતા બેભાન હાલતમાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃતક જાહેર કર્યો હતો. તેમજ ગૌતમ વાળાનું મૃત્યુ હૃદય રોગના હુમલાના કારણે થયું હોવાનું પણ જણાવ્યું હતું.

અગાઉ, રાજકોટમાં હાર્ટ એટેકના કારણે વધુ 2 વ્યક્તિના મોત થયા છે. રાશીદ ખાન (ઉવ.34) અને રાજેશ ભૂત (ઉવ.45) નામના વ્યક્તિઓના મોત નીપજ્યા છે. બંનેને બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાત્રે સૂતા બાદ રાશીદ ખાન સવારે ન ઉઠતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે રાજેશ ભૂત નામની વ્યક્તિને ખોરાણા ગામ ખાતે આવેલ વાડીએ બેભાન થઈ જતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટ શહેરમાં છેલ્લા થોડા દિવસોમાં હૃદય રોગના કારણે મૃત્યુ થવાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. તે ચિંતાનું કારણ પણ કહી શકાય. જુવાનજોધ સંતાનોના હૃદય રોગના કારણે થતા મૃત્યુથી વૃદ્ધ મા બાપને વૃદ્ધાવસ્થામાં મોટા દુઃખ જોવા પડી રહ્યા છે.


આ પણ વાંચો:પરિણીતાના શંકાસ્પદ મોતને લઇ બિચકયો મામલો, પોલીસે વચ્ચે પડી કર્યું એવું કે…

આ પણ વાંચો:સુરત એરપોર્ટ પર લેન્ડ કરતા સમયે પ્લેનના ટાયરની હવા નીકળી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો:જૂની પેંશન યોજનાની માગ સાથે શિક્ષકો વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો:વીજતાર તૂટી પડતાં ઘટી મોટી દુર્ઘટના, પુત્રીને બચાવવા જતા પિતાનું મોત