Not Set/ વીજ થાંભલે કરંટમાં ફસાયું વાનરનું બચ્ચું, માતાએ મચાવ્યો આક્રંદ – અને પછી થયું આવું…

અમથું નથી કહેવાતું કે, “માઁ તે માઁ અને બીજા બધા વગડાનાં વા”, પોતાનાં સંતાનને જરા પણ ઉની આંચ આવે એટલે માતા તાંડવ મચાવી દે. ભલે એ માતા કોઇ પણ હોઇ એવું નથી કે માણસોમાં

Gujarat Others Trending
monkey વીજ થાંભલે કરંટમાં ફસાયું વાનરનું બચ્ચું, માતાએ મચાવ્યો આક્રંદ - અને પછી થયું આવું...

અમથું નથી કહેવાતું કે, “માઁ તે માઁ અને બીજા બધા વગડાનાં વા”, પોતાનાં સંતાનને જરા પણ ઉની આંચ આવે એટલે માતા તાંડવ મચાવી દે. ભલે એ માતા કોઇ પણ હોઇ એવું નથી કે માણસોમાં જ આવુ જોવામાં આવે છે. પશુ-પંખી કે દુનિયાની કોઇ પણ સજીવ પ્રજાતિમાં આ બાબત સર્વ સામાન્ય છે. આવો જ એક કિસ્સો નાનકડા કલોલ શહેરમાં પણ નોંધવામાં આવ્યો અને પોતાનું બાળક તકલિફમાં આવી જતા માતાનાં આક્રંદને કારણે જાણે સમગ્ર શહેર દોડતું થઇ ગયું તે પણ લોકોએ નજરો નજર જોયું

Premium Photo | Jungle monkeys are climbing electric poles to look for lace  and fruit falling on floor

ઘટના એવી બની કે, કાલોલ શહેરમાં શુક્રવારે સાંજે પાલિકા ભવન સામે આવેલા બજારમાં એક લાઈટના થાંભલા પર ઉછળકુદ કરતા એક વાનરના નાના બચ્ચાની પુંછડીના ભાગે ઈલેક્ટ્રીક વાયર અડી જતા કરંટ લાગવાથી બેશુદ્ધ જેવું થઈ ગયું હતું અને થાંભલા ઉપર જ ફસાઈ ગયું હતું.

વાનરનું બચ્ચા ફસાઇ જતા વાનરની માતાએ બજાર વિસ્તારમાં ચિચિયારીઓ પાડી કલ્પાંત કરી મુકતા આખું બજાર માથે લીધું હતું અને બચ્ચાને બચાવવા માટે આજુબાજુના છાપરા અને વીજ થાંભલાની આજુબાજુ ચઢીને પોતાના બચ્ચાની નજીક જવાનો અવિરત પ્રયત્ન કરી બચ્ચાને બચાવવી લેવા મથતી અનેપ્રયત્નો કરતી જોવામાં આવી હતી.

Ask Dave! - Dave Fox's Globejotting

વાનર માતાનો આક્રંદ એવો હતો કે, આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક વેપારીઓએ પાલિકા અને જીઈબીને જાણ કરી આ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરાવી પાલિકાના ઉપસ્થિત સભ્યોએ ફાયર ફાઈટરની મોટી ટ્રોલી લાવી થાંભલા પર ફસાયેલા બચ્ચાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાનર માતાના આક્રંદ અને કુદાકુદ સામે સૌ કોઈ ડરતા હતા.

WhatsApp Image 2021 01 29 at 7.21.25 PM વીજ થાંભલે કરંટમાં ફસાયું વાનરનું બચ્ચું, માતાએ મચાવ્યો આક્રંદ - અને પછી થયું આવું...

અંતે એક સ્થાનિક દુકાનદારે હિંમત કરી લાકડી સાથે રાખી સીડી વડે થાંભલા પર ફસાયેલા બચ્ચા પાસે પહોંચી થોડે દુરથી લાકડી વડે વાનરના બચ્ચાને ખસેડતા બચ્ચાએ ઊંહકારો ભરતા પોતાના બચ્ચાને જીવતું જોઈ તેની માતાએ કૂદકો મારીને થાંભલા પર ચઢી પોતાના નાના બચ્ચાને છાતી સરસો ચાંપી ઉપાડી લઈ રવાના થઈ જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

WhatsApp Image 2021 01 29 at 7.21.25 PM 1 વીજ થાંભલે કરંટમાં ફસાયું વાનરનું બચ્ચું, માતાએ મચાવ્યો આક્રંદ - અને પછી થયું આવું...

કરન્ટ લાગવાથી નાના બચ્ચું બેભાન થઈ જતા ફસાઈ ગયું હતું. પરંતુ આખી ઘટનામાં એક વાનર માતાનો પોતાના સંતાન માટે માતૃપ્રેમ જોઈને સૌ કોઈ આશ્ચર્ય ચકીત થઈ ગયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…