Godhara/ યુવક ચાલુ વીજ સપ્લાયવાળા DP ઉપર ચડી જતા થયો મોટો ધડાકો

ગોધરા સિવિલ હોસ્પિટલમાં રૂંવાટા ઉભા કરી દે તેવી અસાધારણ ઘટના બની છે. 

Gujarat Others
cricket 50 યુવક ચાલુ વીજ સપ્લાયવાળા DP ઉપર ચડી જતા થયો મોટો ધડાકો

ગોધરા સિવિલ હોસ્પિટલમાં રૂંવાટા ઉભા કરી દે તેવી અસાધારણ ઘટના બની છે. આ ઘટનામાં એક અશકત અને માનસીક અસ્થિરનાં રોગથી પીડાતો દર્દી અચાનક હોસ્પિટલની પાછળનાં દીવાલ ઉપર ચઢવાની કરેલી કોશીશો વચ્ચે બાજુમાં આવેલ હાઈ ટેન્શન ધરાવતી વીજ લાઈનની ડી.પી.માં ખેંચાઈ જતાં ધડાકો સર્જાયો હતો. જેના કારણે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ચાલુ વીજ પ્રવાહ પસાર થતો હોય આ ડીપી ઉપર ચઢેલા દર્દીને કરંટ લાગતા હાથનાં ભાગે દાઝી ગયો હતો. આ બિહામણા દ્રશ્યો જોતા ઉપસ્થી લોકોમાં ભયની લાગણી વ્યાપી ગઈ હતી. બાદમાં તાત્કાલીક અસરથી તેને નીચે ઉતારીને આ દર્દીની ગંભીર હાલત જોતા સારવાર શરૂ કરવામાં આવી છે.

Washington / અમેરિકાનાં એક સુપરમાર્કેટમાં અંધાધૂધ ગોળીબાર, 10 લોકોનાં મોતની આશંકા

મોરવાહડફ પી.એચ.સી.સેન્ટરનો દર્દી મોહનભાઇ પર્વતભાઈ રાવત છેલ્લા કેટલાક સમયથી ટી.બી. અને માનસીક રીતે પિડાઈ રહ્યો હતો. સોમવારનાં રોજ આ દર્દી મોહનભાઈને વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોધરા સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર દરમિયાન દર્દી વોર્ડમાંથી બહાર નીકળીને સંકુલમાં આમ તેમ આંટા મારી રહ્યો હતો. ત્યારે અચાનક સિવિલ હોસ્પિટલ પરિસરનાં પાછળનાં ભાગે આવેલ વીજ ટ્રાન્સફોર્મર ધરાવતી હાઈટેન્શન લાઈન ઉપર ચઢી ગયો હતો. ચાલુ વીજ પ્રવાહ ધરાવતી આ સાધનોને સ્પર્શવામાં આવતા ઉંધી ગુલાંટેએ લટકી ગયો હતો. લાઇવ વિદ્યુત વાળી વીજ ડીપી પર ચઢી જતા મોટો ધડાકો થતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. ભયનો માહોલ સર્જાયો હતો. અને લોકોએ બચાવ બચાવની બૂમો પાડતા સિવિલમાંથી તબીબી ટીમ દોડી આવીને જીઈબી તંત્રને જાણ કરવામાં આવી હતી.

કોરોનાનો કહેર / દેશમાં કોરોનાનાં નવા કેસ સામે રિકવર કેસ ઘટ્યા, કુલ મૃત્યુઆંક પહોંચ્યો દોઢ લાખને પાર

બીજી તરફ ઉંધા માથે લટકેલા આ યુવાનને જોતાં બિહામણા દ્રશ્યોને લઈને દોડી આવેલા લોકોનાં જીવ તાડવે ચોંટી ગયા હતા. અને તેના માટે અનુકંપા વ્યકત કરી હતી. ગંભીર રીતે ડાબા હાથે દાઝી ગયેલા યુવકને સ્થાનિકો અને વીજ કંપનીનાં કર્મચારીઓ દ્વારા ગણતરીનાં સમયમાં વીજ ડીપી પરથી ઉતારીને આબાદ બચાવી લેવાયો હતો. દાઝી ગયેલા આ યુવકની તાત્કાલીક અસરથી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. પહેલે થી જ ટીબી અને માનસીક રીતે પિડાતા આ દર્દી દાઝયા બાદ તેના હૃદયને અસર પહોંચતા તેની હાલાત ગંભીર બની હતી. પરંતુ તબીબી દ્વારા ઓકિસજન તથા દવા આપવામાં આવીને તેને બચાવવા માટેના પ્રયત્નો આદર્યા હતા. માનસિક રોગ થી પીડાતો હોવાનું તેમજ ટી.બી પેશન્ટ હોવાનું સિવિલનાં સિવિલ સર્જન દ્વારા જણાવાયું હતું. આ યુવકને સ્થાનિકોએ વીજ ડીપી પરથી ઉતારી વધુ સારવાર આપવામાં આવી હતી. ત્યારે આ બનાવને લઈ સિવિલ હોસ્પિટલનાં સત્તાધીશોમાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારે વધુ એક વાર સિવિલ હોસ્પિટલની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. બનાવને પગલે ગોધરા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ