માની મમતા શું કળિયુગમાં મરી પરવારી છે/ માળિયામાં બાળકી ગુમ થવા મુદ્દે મોટો ખુલાસો, માતાએ જ 5 માસની માસૂમની કરી હત્યા!

જૂનાગઢના માળિયા હાટીનાના માતરવાણિયા ગામે સાત માસની બાળકીની હત્યા કરી હોવાનું સામે આવ્યું.બાળકીનું નામ ત્રિશા પરમાર હતું જે માસૂમ બાળકીની હત્યા માતા એ જ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Gujarat Others
Untitled 82 માળિયામાં બાળકી ગુમ થવા મુદ્દે મોટો ખુલાસો, માતાએ જ 5 માસની માસૂમની કરી હત્યા!

જુનાગઢમાં માળીયાહાટીનાના માતરવણીયા ગામેથી કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ગઈકાલે માળીયા પોલીસ સ્ટેશન ખાતે એક પિતાએ પોતાની 5 માસની બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. જ્યારે બાળકીના મૃતદેહ પર ઈજાના કોઈ પણ પ્રકારના નિશાન નહોતા મળ્યા. આ 5 માસની બાળકીને સગી માતાએ જ નદીમાં ફેંકી દીધી હોવાનું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

જૂનાગઢના માળિયા હાટીનાના માતરવાણિયા ગામે સાત માસની બાળકીની હત્યા કરી હોવાનું સામે આવ્યું.બાળકીનું નામ ત્રિશા પરમાર હતું જે માસૂમ બાળકીની હત્યા માતા એ જ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘરમાંથી જ ગુમ થયેલ બાળકી અંગે પોલીસ અને વન વિભાગે તપાસ હાથ ધરતા ડોગ સકોવડ દ્વારા નદી કિનારેથી મૃત હાલતમાં બાળકી મળી આવી હતી. આથી પોલીસે મૃત બાળકીના મૃત્યુ પર આશંકા ને આધારે પોસ્ટમો્ટમ માટે મોકલી આપી હતી.

પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી બાળકીની શોધખાળ હાથ ધરી હતી. આ દરમિયાન બાળકી નદી કાંઠેથી મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે બાળકીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસે પરિવાર પર શંકાના આધારે પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે બાળકીની માતાને કડક પૂછપરછ કરતા માતા પડી ભાંગી હતી અને સમગ્ર હકીકત જણાવી હતી.

સવારે 6 વાગ્યે ગુમ થયેલી બાળકી આખરે સાંજના 5 વાગ્યે મળી આવી હતી. જેના મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો. એટલું જ નહીં આ સમગ્ર મામલે એફએસએલની મદદ પણ લેવાઈ છે જેનો રિપોર્ટ આજે સાંજે સુધીમાં આવશે. ત્યારે આ દરમિયાન આજે વહેલી સવારે 4 વાગ્યે જ માતાએ બાળકીનો આ રીતે નિર્દયતાથી ભોગ લીધો હોવાનું કબૂલતા ખળભળાટ મચી ગયો છે.

પોલીસે તપાસ હાથ ધરતા પ્રથમ તારણ મુજબ આ હત્યા માતા એ જ કરી હોવાનું જાણવા મળેલ છે જો કે પોલીસ આ અંગે તપાસ હાથ ધરી છે. પોલીસ આ માસૂમ બાળકીના મોતનું કારણ જાણવા કોશિશ કરી રહી છે. બાળકી કયા સંજોગોમાં નદીમાં પડી. કે પછી બાળકીને મોતને ઘાટ ઉતારવામાં આવી એ અંગે પોલીસ તપાસ બાદ જ સાચું કારણ જાણવા મળશે.

આ પણ વાંચો:એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

આ પણ વાંચો:જૂનાગઢ મનપાની ઘોર બેદરકારી, ગટરનું ઢાંકણું શોધવા નવો બનાવેલ રસ્તો ખોદી કાઢ્યો

આ પણ વાંચો:લ્યો બોલો: કાયદાનું ભાન કરવાતી પોલીસ ખુદ કાયદો ભૂલી, જુઓ વીડિયો

આ પણ વાંચો:નવસારીમાં મેઘો કોપાયમાન,ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી: નદીઓ બની ગાંડીતુર