નર્મદા/ પ્રવાસન સ્થળોને કાર્બન ઉત્સર્જનથી બચાવવા એકતાનગર ખાતે ટુર ઓપરેટરોમાં થયું મંથન

એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ૧૫માં વાર્ષિક અધિવેશનના બીજા દિવસે સાહસિક પ્રવાસન સ્થળોને વિકસાવવા અને કાર્બન ઉત્સર્જનથી બચાવવા અંગે ટુર ઓપરેટરો દ્વારા મહત્વપૂર્ણ મનોમંથન થયું.

Gujarat Others
પ્રવાસન

એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ૧૫માં વાર્ષિક અધિવેશનના બીજા દિવસે સાહસિક પ્રવાસન સ્થળોને વિકસાવવા અને કાર્બન ઉત્સર્જનથી બચાવવા અંગે ટુર ઓપરેટરો દ્વારા મહત્વપૂર્ણ મનોમંથન થયું. સાહસિક પ્રવાસનને સુરક્ષિત, વેગવાન અને પર્યાવરણહિતેષી બનાવવા માટે તજજ્ઞો દ્વારા મહત્વપૂર્ણ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા

આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય પ્રવાસન સચિવ અરવિંદ સિંહે જણાવ્યું કે, એડવેન્ચર ટુરિઝમ એક સ્વીટ સ્પોટ છે. પ્રવાસન ક્ષેત્રના વિકાસથી ભારતીય અર્થતંત્ર ગતિશીલ બન્યું છે. પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે ગ્લોબલ દ્રષ્ટિકોણ અપનાવીને ટુરિઝમનો વ્યાપ વધારવા પરિણામલક્ષી પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કોરોના બાદ નવા ડેસ્ટિનેશનો ખાતે પર્યટકોનો જમાવડો વધ્યો છે. ત્યારે પર્યટકોને સુરક્ષિત વેરાઈટી એડવેન્ચર પ્રદાન કરવા કેન્દ્ર-રાજ્ય સરકાર સહિત ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની સંયુક્ત ભાગીદારી મહત્વપૂર્ણ બની રહેશે

WhatsApp Image 2023 12 18 at 4.51.04 PM પ્રવાસન સ્થળોને કાર્બન ઉત્સર્જનથી બચાવવા એકતાનગર ખાતે ટુર ઓપરેટરોમાં થયું મંથન

ટ્રાવેલ જીવનનો એક ભાગ છે ત્યારે પ્રવાસન દરમિયાન પર્યાવરણનું જતન કરવાની જવાબદારી પ્રત્યેકની છે. જે અંગે તજજ્ઞો દ્વારા પર્યાવરણીય ટકાઉપણું અને ઇકોસિસ્ટમનું રક્ષણ કરીને સસ્ટેનેબલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા, કાર્બન ઉત્સર્જનને ઘટાડીને કાર્બન ફુટપ્રિન્ટને સંતુલિત કરવા અંગે પણ સભામાં સૌને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. વધુમાં ફ્યુલ અને એનર્જી સેવિંગ તેમજ લોઅર કાર્બન ટ્રાન્પોર્ટના વિકલ્પો, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને વોકિંગ-સાયકલિંગ આધારિત ટ્રિપ્સને પ્રોત્સાહન આપવા, સૌર વિદ્યુતીકરણમાં વધારો કરીને કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે કરાયેલા પ્રયાસોને તજજ્ઞોએ બિરદાવ્યા હતા.

તજજ્ઞોએ વધુમાં પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડીને એનર્જીનો પુનઉપયોગ કરીને પર્યાવરણ સંરક્ષણ માટે માર્ગદર્શિત કર્યા હતા. વધુમાં પર્યટન સ્થળોએ માનવીય અભિગમ અપનાવીને વન્યજીવો સાથેના વ્યવહારને સુનિશ્ચિત કરવા અંગે પણ ટૂર ઓપરેટરો દ્વારા અનુરોધ કરાયો હતો. આ તકે વિવિધ રાજ્યના પ્રવાસન વિભાગ, પ્રવાસન ઇન્ડસ્ટ્રીઝના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 પ્રવાસન સ્થળોને કાર્બન ઉત્સર્જનથી બચાવવા એકતાનગર ખાતે ટુર ઓપરેટરોમાં થયું મંથન


આ પણ વાંચો:અમદાવાદ/ચાંદલોડિયામાં 29 વર્ષીય મહિલાએ નોંધાવી ફરિયાદ, સાસરિય પર લગાવ્યો આ આરોપ

આ પણ વાંચો:સાયબર ક્રાઇમ/ઇ-ટાસ્ક ફ્રોડના નામે રૂ. 20 લાખની છેતરપિંડી આચરનાર ગુજરાતમાંથી ઝડપાયો

આ પણ વાંચો:Human traffiking/વિદેશ જવાની ગુજરાતીઓની ઘેલછાનો લાભ ઉઠાવે છે માનવ તસ્કરો