વડોદરા/ રક્ષાબંધન પહેલા સંવેદનશીલ સરકારના અસંવેદનશીલ નિર્ણયનો ભોગ બન્યો બહેનનો એકનો એક ભાઈ

વડોદરામાં નવાયાર્ડમાં રહેતા 19 વર્ષના રાહુલ જાદવ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં પરિવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયો, પણ તબીબો હડતાળ…

Gujarat Vadodara
હડતાળ

રાજ્યભરમાં બોન્ડના સમયમાં ફેરફારને લઈને રેસિડેન્ટ ડોક્ટરો સરકાર સામે હડતાળ પર ઊતર્યા છે, જે મુદ્દે અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરામાં હડતાળમાં જોડાનારા રેસિડેન્ટ તબીબોને હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચારેય શહેરોમાં અંદાજે 2000થી વધુ રેસિડેન્ટ તબીબો હડતાળમાં જોડાયેલા છે. ત્યારે આવામાં વડોદરાથી દુખદ સમાચાર સામે આવ્યા છે. અહીં હડતાળના કારણે એક દર્દીઓ જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો :જીવન અને મૃત્યુ વચ્ચેની જંગ હાર્યો વિવાન, 16 કરોડનું ફંડ ભેગું થાય તે પહેલાં લીધા અંતિમ શ્વાસ

મળતી માહિતી અનુસાર,વડોદરામાં નવાયાર્ડમાં રહેતા 19 વર્ષના રાહુલ જાદવ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં પરિવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયો, પણ તબીબો હડતાળ પર હોવાથી રાહુલને યોગ્ય સારવાર ના મળતા તેને પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહુલની બહેને રક્ષાબંધન પહેલા એકનો એક ભાઈ ગુમાવતા પરિવારના શોકનો માહોલ છે.

આપને જણાવી દઈએ કે, રાહુલનો અકસ્માત થતાં તેના પરિવારના સભ્યો સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ રાહુલની હાલત ગંભીર હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું, જેથી પરિવારના સભ્યો રાહુલને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં રાહુલ જાદવની તબીબોએ 8 કલાક સુધી સારવાર ન કરી. તબીબો હડતાળ પર હોવાથી સારવાર માટે કોઈ ડોકટર જ ના મળ્યા. ત્યારબાદ પરીવારને તબીબોએ રાહુલને અન્ય હોસ્પિટલમાં ખસેડવા કહ્યું, જેથી પરિવાર રાહુલને ફરીથી વડોદરા લઈ આવ્યું, અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો. પણ માથામાંથી લોહી વધુ વહી ગયું હોવાથી રાહુલ જાદવનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો :સિટીલાઈટ વિસ્તારમાં રહેતી 16 વર્ષની શ્રદ્ધા પટેલે મિસ ટીન ઈન્ડિયા સ્પર્ધાનો ખિતાબ જીત્યો

છાણી રોડ નવાયાર્ડમાં રહેતા દિવ્યાંગ કનુભાઇ પરમારે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત 6 ઠ્ઠી તારીખે સવારે ચાર વાગ્યે  હું રાબેતા મુજબ ઉઠીને ચ્હા પીવા માટે મારા ઘરેથી બહાર નીકળ્યો હતો.તે સમયે રમણીકલાલની ચાલી પાસે મારા મિત્ર હર્ષિત અને રાહુલ રાજુભાઇ જાદવ બેઠા હતા.હું પણ તેમની સાથે બેસી ગયો હતો.થોડીવાર પછી હર્ષિતે મને કહ્યું હતું કે, મને ચક્કર આવે છે.

જેથી,હું અને મારો મિત્ર રાહુલ બંને હર્ષિતની બાઇક લઇને નરહરિ હોસ્પિટલ ખાતે  ચક્કર બંધ થવાની  દવા લેવા માટે ગયા હતા.બાઇક રાહુલ ચલાવતો હતો.રાહુલ સ્પીડમાં બાઇક ચલાવતો હોય તેને  બેલેન્સ ગુમાવતા બાઇક હીલ મેમોરિયલ સ્કૂલ પાસે ડિવાઇડર સાથે અથડાઇ હતી.હું અને રાહુલ બંને નીચે પડી ગયા હતા.હું મારી જાતે ઉભો થઇ  ગયો હતો.પરંતુ,રાહુલને માથામાંથી તેમજ બંને કાનમાંથી લોહી નીકળતુ હતું.મેં મારૃ શર્ટ રાહુલના માથા પર બાંધી દીધુ હતુ.

આ પણ વાંચો :  ઝુવાડા રણમાં 5345.17 લાખના ખર્ચે પાઇપલાઇનની યોજનાની દરખાસ્ત

દરમિયાન કોઇ રાહદરીએ એમ્બ્યુલન્સને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી ગઇ હતી.રાહુલને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.જ્યાં ડોક્ટરે પ્રાથમિક સારવાર પછી એવું કહ્યું કે,રાહુલને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવો પડશે.

સયાજીગંજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસકર્તા હેડ કોન્સ્ટેબલ લંગેશ રાઠવાએ જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તને સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો હડતાળ પર હોવાથી પરિવારને યોગ્ય ન લાગતા પરત વડોદરા લાવ્યા હતા.

આ પણ વાંચો :સુભાષબ્રીજ અને નહેરુબ્રીજ બાદ હવે 81 વર્ષ જૂના ગાંધી બ્રીજનું સમારકામ શરૂ