Gujarat surat/ માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો,સુરતમાં રમતી વેળા બાળકી ગરોળી ચાવી ગઈ

સાત મહિનાની બાળકી રમતા રમતા ગરોળી ચાવી ગઈ હતી પોતાની માતા ઘરના કામમાં વ્યસ્ત હતી

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 13 માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો,સુરતમાં રમતી વેળા બાળકી ગરોળી ચાવી ગઈ

@દિવ્યેશ પરમાર 

Surat News:સુરતના કડોદરા વિસ્તારમાં સાત મહિનાની બાળકી રમતા રમતા ગરોળી ચાવી ગઈ હતી પોતાની માતા ઘરના કામમાં વ્યસ્ત હતી. તે દરમિયાન બાળકી એ ગરોળી ચાવી લીધી હતી. માતાને જાણ થતા તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

સુરતમાં માતા-પિતા માટે ફરી એકવાર લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.જેમાં કડોદરા વિસ્તારમાં સાત મહિનાની બાળકી ઘરમાં એકલી રમી રહી હતી તે દરમિયાન તેમની બાજુમાંથી એક ગરોળી પસાર થતી હતી.બાળકી એ રમત રમતમાં આ ગરોળીને પકડી લીધી હતી અને સીધી જ પોતાના મોમાં મૂકી ગરોળીને ચાવી લીધી હતી.

બાળકીની માતા ઘરકામમાં વ્યસ્ત હોવાથી સમગ્ર વાતથી અજાણ હતી.પરંતુ બાળકીના હાથમાં ચાવેલી ગરોળી જોતા માતાના હોસ ઉડી ગયા હતા.બાળકીને તાત્કાલિક જ નજીકના દવાખાને લઈ ગઈ હતી.જો કે ગરોળી જેવી ચીજ ચાવી જતા તાત્કાલિક જ તેમને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

હાલ બાળકીની સારવાર ચાલી રહી છે અને તેમની તબિયત સ્થિર છે. મહત્વનું છે કે બાળકો નાના હોય છે તે દરમિયાન તેમને કોઈ પ્રકારની સમજણ ના હોવાને લીધે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ..પરંતુ માતા-પિતાએ પણ પોતાના બાળકનું ધ્યાન રાખવું આવશ્યક છે. કારણ કે બાળકની આસપાસ આંટા ફેરા મારતા જીવજંતુઓ ને બાળક રમત રમતમાં પકડી લે છે .ત્યારબાદ બાળકનો જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે.તેવીજ ઘટના કડોદરા વિસ્તારમાં સાત માસની બાળકી સાથે બની હતી.બાળકી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત પણ સુધારા પર છે.


whatsapp ad White Font big size 2 4 માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો,સુરતમાં રમતી વેળા બાળકી ગરોળી ચાવી ગઈ


આ પણ વાંચો:દીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

આ પણ વાંચો: જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી

આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો

આ પણ વાંચો:લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ