ભીષણ આગ/ અમદાવાદ શાહપુર વિસ્તારમાં મકાનમાં આગ લાગતા માતા-પિતા સાથે બાળકનું મોત

અમદાવાદ શાહપુર વિસ્તારમાંથી મોટી ઘટના સામે આવી રહી છે, અમદાવાદના શાહપુર વિસ્તરામાં મકાનમાં આગ લાગતા 3 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

Top Stories Gujarat
Fire in Shahpur
  • અમદાવાદઃ શાહપુરમાં આગની ચકચારી ઘટના
  • મકાનમાં આગ લાગતા ત્રણ લોકોના મોત
  • વહેલી સવારે શાહપુર દરવાજા પાસે લાગી હતી આગ
  • ન્યુ ‘એચ’ કોલોનીના મકાનમાં લાગી હતી આગ
  • એક જ પરિવારના ત્રણ સભ્યોના આગમાં મોત
  • પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Fire in Shahpur    અમદાવાદ શાહપુર વિસ્તારમાંથી મોટી ઘટના સામે આવી રહી છે, અમદાવાદના શાહપુર વિસ્તરામાં મકાનમાં આગ લાગતા 3 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યુ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતા પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. પરિવાર જ્યારે ઘરમાં સૂતો હતો, ત્યારે વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગતા ઘરમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શાહપુર વિસ્તારમાં (Fire in Shahpur) એક મકાનમાં આગ લાગતા 3 લોકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. સમગ્ર પથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક જ પરિવનારના 3 લોકોના મોત નિપજયા છે. ઘરમાંથી આગના ધૂમાડા નીકળતા  આજુબાજુના રહીશોએ સત્વરે ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. . જોકે ત્યાં પહોંચ્યા બાદ જોતાં રૂમમાં ધુમાડો હતો અને પતિ પત્ની અને એક બાળકની લાશ ફાયર બ્રિગેડને મળી આવી હતી. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતા શાહપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.હાલ પોલીસ આ અંગે સઘન તપાસ હાથ ધરી રહી છે.

ઉલ્લેખનીય છે કે  ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે મકાનમાં ગાદલામાં આગ ચાલુ હતી, જેને ફાયર બ્રિગેડ એ બૂઝાવી હતી, જો કે ઘરમાં જોતા ખૂબ જ ધુમાડો હતો અને ત્યાં જોતા એક બાળક સહિત ત્રણ લોકો મૃત હાલતમાં પડ્યા હતા. જયેશભાઈ વાઘેલા તેમના પત્ની અને બાળક સાથે આ મકાનમાં રહેતા હતા અને વહેલી સવારે કોઈ કારણોસર ઘરમાં આગ લાગી હતી અને રૂમમાં ફેલાઈ ગઈ હતી.આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. પોલીસે હાલ સઘન તપાસમાં લાગી ગઇ છે.

નિધન/ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું અવસાન, PM મોદીએ ટ્વિટ કરી શ્રદ્વાંજલિ આપી

હુમલો/મેક્સિકોની જેલ પર હુમલો થતા 14 લોકોના મોત,આટલા કેદીઓ ફરાર,જાણો