સુરત/ ભાઇ-બહેનને ભણાવવા સોનાની લૂંટનો બનાવ્યો ફુલપ્રુફ પ્લાન,પણ કલાકોમાંજ પોલીસે આખી ગેંગને દબોચી લીધી

સુરતના ખટોદરા વિસ્તારમાં થયેલ એક કિલો સોનાની લૂંટનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ અને ખટોદરા પોલીસની સંયુક્ત ટીમો દ્વારા એક કિલો સોનાના મુદ્દામાલ સાથે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Top Stories Gujarat Surat
Untitled 3 1 ભાઇ-બહેનને ભણાવવા સોનાની લૂંટનો બનાવ્યો ફુલપ્રુફ પ્લાન,પણ કલાકોમાંજ પોલીસે આખી ગેંગને દબોચી લીધી

@અમિત રૂપાપરા 

સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો ગુનો દાખલ થયો હતો. જેમાં પોલીસને માહિતી મળી હતી કે, મધ્યપ્રદેશ ઇન્દોરના 4 જેટલા ઈસમો ફોરવીલર કાર લઈને સુરતના આ જ્વેલર્સ પાસેથી સોનુ ખરીદવા માટે આવ્યા હતા. ત્યારબાદ તેમને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ અને ખટોદરા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી અને આરોપીની પૂછપરછમાં આરોપી મોહિત વર્માએ પોલીસને જણાવ્યું હતું કે, છ મહિના પહેલા વર્ષા પવાર નામની મહિલાએ આરોપીઓને જણાવ્યું હતું કે, તેમના ઓળખીતા કોઈ વ્યક્તિ જે સુરતમાં રહે છે તેમની પાસે બિલ વગરનું સોનું છે અને તેઓ આ સોનુ વેચવા માંગે છે. જેથી કોઈ કસ્ટમર હોય તો તેમની પાસે મોકલજો.

વર્ષા નામની મહિલાએ મોહિતને આ વાત જણાવી હતી. તો મોહિત આર્થિક સંકણામણનો સામનો કરતો હતો કારણ કે, મોહિતના માતા-પિતા ગુજરી ગયા હતા અને ત્યારબાદ તેના ભાઈ બહેનને ભણાવવાની જવાબદારી તેના પર હતી અને આર્થિક તંગીના કારણે કંટાળી ગયેલા મોહિતને વર્ષા પવારે ફોન આવ્યો હતો.  ત્યારબાદ વર્ષાએ સોનાના વેચાણ બાબતે માહિતી આપી હતી અને ત્યારબાદ મોહિત પોતાના મિત્રો સાથે સુરત આવ્યો હતો અને જ્વેલર્સ પાસેથી ગોલ્ડ લેવાના બદલે સોનાની લૂંટ કરીને તે ભાગી ગયો હતો.

મોહિતની સાથે દેવેન્દ્ર નરવરીયા, સૌરભ વર્મા અને પિયુષ યાદવ નામના ચાર આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી મોહિતે તેના આ ત્રણ મિત્રો સાથે ગોલ્ડ સરખે ભાગે વહેંચવાનું કહી આ ઘટનાને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ 30 મે 2023ના રોજ અઢી વાગ્યા આસપાસ ગોલ્ડના વેપારીને ગોલ્ડ બતાવવા માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મોપેડ ઉપર જ્યારે બે વ્યક્તિઓ સોનાના 100 ગ્રામના 10 નંગ બિસ્કીટ લઈને આ ઈસમોને બતાવવામાં આવ્યા ત્યારે એક વ્યક્તિને સોનાના બિસ્કીટ સાથે પહેલા આરોપીઓએ કારમાં બેસાડ્યો હતો અને ત્યારબાદ સોનુ આ વ્યક્તિ પાસેથી આંચકી તેને કારમાંથી ધક્કો મારી નીચે પાડી દીધો હતો અને ત્યારબાદ આરોપી ભાગી ગયા હતા.

આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ખટોદરા પોલીસની સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં લાગ્યું હતું અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ જે સ્વીફ્ટ ડિઝાયર કાર લઈને આવ્યા છે તે કરજણ વડોદરા થઈને મધ્યપ્રદેશ તરફ જઈ રહ્યા છે. તેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને ખટોદરા પોલીસની ટીમે આ આરોપીઓને વડોદરાના વરણામા પોલીસની મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આરોપી પાસેથી 10 નંગ સોનાના બિસ્કીટ અને કારનો મુદ્દામાલ આ ઉપરાંત ત્રણ મોબાઇલ જપ્ત કર્યા છે.

આ પણ વાંચો:સુરતમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાના ચક્કરમાં પાંચ યુવાનો ગયા જેલમાં

આ પણ વાંચો:પત્ની અને તેના પ્રેમીને કેરબામાંથી પીવડાવ્યુ કેફી પીણું…પછી ઢોર માર-મારતો બનાવ્યો વીડિયો.. વાંચો સનસનાટીભરી ઘટના

આ પણ વાંચો:દુકાને જઈ રહેલ વૃદ્ધા પર દીપડાનો હુમલો, ઘટનાસ્થળે જ મોત

આ પણ વાંચો:અમરેલીના દામનગર નજીક રખડતા શ્વાનના ટોળાએ 3 વર્ષના બાળકને ફાડી ખાધો