Not Set/ દીનદયાળ પોર્ટ કંડલા/ લિઝના ગૂંચવાયેલા પ્રશ્નનો સુખદ અંત  

કચ્છના ગાંધીધામની લીઝનો પ્રશ્ન છેલ્લા બે – ત્રણ દાયકાથી ગૂંચવાયેલો પડ્યો હતો જેનો આજે સુખદ અંત આવ્યો છે જમીનની ટ્રાન્સફર ફી ઘટાડવાના પરિપત્રની અમલવારી શરૂ થતાં સમગ્ર સંકુલ માટે રાહતરૂપ સમાચાર આવ્યા છે. એશિયાના ગણનાપાત્ર મહાબંદરોમાં જેની ગણના થાય છે તે દીનદયાળ પોર્ટ કંડલામાં લિઝનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ હતો આ મુદ્દે લડત પણ […]

Gujarat Others
દિન દયાલ પોર્ટ દીનદયાળ પોર્ટ કંડલા/ લિઝના ગૂંચવાયેલા પ્રશ્નનો સુખદ અંત  

કચ્છના ગાંધીધામની લીઝનો પ્રશ્ન છેલ્લા બે – ત્રણ દાયકાથી ગૂંચવાયેલો પડ્યો હતો જેનો આજે સુખદ અંત આવ્યો છે જમીનની ટ્રાન્સફર ફી ઘટાડવાના પરિપત્રની અમલવારી શરૂ થતાં સમગ્ર સંકુલ માટે રાહતરૂપ સમાચાર આવ્યા છે.

એશિયાના ગણનાપાત્ર મહાબંદરોમાં જેની ગણના થાય છે તે દીનદયાળ પોર્ટ કંડલામાં લિઝનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ હતો આ મુદ્દે લડત પણ ચલાવાઇ હતી બે થી ત્રણ દાયકાની લાંબા સમયથી લડત ઉગ્ર આંદોલનો અને કેન્દ્ર સરકારના શિપિંગ મંત્રાલયના પ્રયાસો થકી આ નિર્ણય લેવાઈ શક્યો છે પોર્ટ ચેરમેન એસ.કે.મહેતાએ ખુશહાલી સાથે જણાવ્યું કે,ગાંધીધામ લેન્ડ ટ્રાન્સફર ફી ઘટાડવાના સર્ક્યુલરની આજથી અમલવારી થશે જેમા લીઝ હોલ્ડરોને 98 ટકા રાહત મળશે માત્ર બે ટકા જ રકમ ભરવાની રહેશે નવા રેટ મુજબ જ જમીન ટ્રાન્સફરના ભાવ વસુલાશે સમગ્ર ગાંધીધામ શહેરની જનતાના અંદાજીત 29 હજાર લીઝ હોલ્ડરોને આનો લાભ મળવાપાત્ર થશે.

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને નગરના પૂર્વજો વડીલો ઘણા લાંબા સમયથી આ મુદ્દે લડતા આવ્યા છે. જેની લડાઈનો આજે સુખદ અંત આવ્યો છે. શિપિંગ મંત્રી મનસુખ માન્ડવીયા, સેક્રેટરી ગોપાલકૃષ્ણ અને કંડલા પોર્ટની ટિમ,ચેમ્બર ઓફ કોમર્સ સહિતના પ્રયાસો થકી જ્વલંત પરિણામ રૂપે આ નિર્ણયનો ગાંધીધામની જનતાને લાભ મળશે અને ગાંધીધામ ફરી વિકાસના પાટે ચડશે લીઝ ટ્રાન્સફર ફીમાં ઘટાડા થકી ગાંધીધામની જનતામાં ભારે ખુશીની લાગણી છવાઈ જવા પામી છે જે હકીકત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની 

નવી મોબાઇલ એપ્લિકેશન.