સુરત/ હિન્દુ યુવતીએ વિધર્મી સાથે પ્રેમ સંબંધ તોડતા વિધર્મીએ આપી ધમકી, પોલીસે કરી ધરપકડ

વિધર્મી ઈબ્રાહીમ યુસુફ હિન્દુ યુવતીને પોતાની સાથે ફ્રેન્ડશીપ રાખવા માટે ધમકી આપતો હતો અને આ ઇબ્રાહીમે ધમકી આપતા જ યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Top Stories Gujarat Surat
હિન્દુ યુવતી

@અમિત રૂપાપરા 

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતી ને ધમકી આપવાના મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ અઠવાલાઇન્સ પોલીસ દ્વારા વિઘર્મીની ધરપકડ કરવામાં આવી છે. વિધર્મી ઈબ્રાહીમ યુસુફ હિન્દુ યુવતીને પોતાની સાથે ફ્રેન્ડશીપ રાખવા માટે ધમકી આપતો હતો અને આ ઇબ્રાહીમે ધમકી આપતા જ યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ઈબ્રાહીમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

સુરત શહેરમાં વારંવાર છેડતી, અડપલાં કે પછી દુષ્કર્મ જેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઊભા થાય છે. ત્યારે સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતી અને ચૌટા બજારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં કામ કરતી યુવતી દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ઇબ્રાહીમ નામના વિધર્મી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ યુવપીએ તેની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે, ચૌટા બજારમાં તે જે જવેલર્સની દુકાનમાં કામ કરે છે. તે દુકાનની બાજુમાં એક ચપ્પલની દુકાન આવેલી છે અને આ દુકાનમાં ઇબ્રાહીમ શાહ નામનો યુવક કામ કરે છે. જો કે થોડા સમય પહેલા તે બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ ઈબ્રાહીમ યુવતી સાથે વ્યવસ્થિત રહેતો ન હોવાના કારણે યુવતીએ ઈબ્રાહીમ સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો અને ત્યારબાદ આ ઈબ્રાહીમ યુવતીને હેરાન પરેશાન કરવા લાગ્યો હતો અને ધમકી પણ આપતો હતો.

ઈબ્રાહીમે યુવતીને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ પણ આપ્યું હતું અને તે યુવતીના ઘરે જઈને પણ આ પ્રકારની વાત કરતો હતો પરંતુ યુવતીએ સ્પષ્ટપણે ઈબ્રાહીમને તેની સાથે પ્રેમ સંબંધ રાખવાની મનાઈ કરી હતી. તેથી ઇબ્રાહીમે યુવતીને ધમકાવી હતી કે, તું મારો ફોન કેમ ઉપાડતી નથી અને મારી સાથે વાત કેમ કરતી નથી અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેથી યુવતી દ્વારા આ સમગ્ર મામલે અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અઠવા લાઈન્સ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઇબ્રાહીમ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઈબ્રાહીમ શાહ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા આવાસમાં રહે છે. હાલ તો પોલીસ દ્વારા હિન્દુ યુવતીને ધમકી આપનાર વિધર્મીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:લગ્નની ખરીદી સમયે જ વરરાજાની હત્યા,આવું હતું કારણ….

આ પણ વાંચો:સરકારી કર્મીઓ હવે જીઓ દિલ સે…ગુજરાત સરકારમાં હવે જીઓની એન્ટ્રી

આ પણ વાંચો:કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

આ પણ વાંચો:ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

આ પણ વાંચો:જામનગરમાં સગી માતા પર જ પુત્રએ કર્યો બળાત્કાર