Fire/ મુંબઈમાં 16 માળની ઈમારતમાં ભીષણ આગ, બે એપાર્ટમેન્ટમાં ફસાયેલા 14 લોકોને બચાવાયા

બોરીવલી પૂર્વ ઉપનગરમાં 16 માળની બિલ્ડીંગમાં મધરાત પછી આગ લાગી હતી. સવારે 4.30 વાગ્યાની આસપાસ આગને કાબુમાં લેવામાં આવી હતી.

Top Stories India
5 46 મુંબઈમાં 16 માળની ઈમારતમાં ભીષણ આગ, બે એપાર્ટમેન્ટમાં ફસાયેલા 14 લોકોને બચાવાયા

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં શનિવારે રાત્રે એક રહેણાંક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી,  એક અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે બોરીવલી પૂર્વ ઉપનગરમાં 16 માળની બિલ્ડીંગમાં મધરાત પછી આગ લાગી હતી. સવારે 4.30 વાગ્યાની આસપાસ આગને કાબુમાં લેવામાં આવી હતી.

 

 

 

આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું. ‘ધીરજ સવેરા’ નામની 16 માળની બિલ્ડીંગના 14મા માળે આગ લાગી હતી. છ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડે બે એપાર્ટમેન્ટમાં ફસાયેલા 14 લોકોને બચાવ્યા હતા.આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.