ભીષણ આગ/ હૈદરાબાદના સિકંદરાબાદ ક્લબમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

હૈદરાબાદના ઐતિહાસિક સિકંદરાબાદ ક્લબ બિલ્ડિંગમાં રવિવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં મોટાભાગની ઇમારતને નુકસાન થયું હતું.

Top Stories India
સિકંદરાબાદ

હૈદરાબાદના ઐતિહાસિક સિકંદરાબાદ ક્લબ બિલ્ડિંગમાં રવિવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં મોટાભાગની ઇમારતને નુકસાન થયું હતું. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પોલીસે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે પોલીસ પેટ્રોલિંગે લગભગ 3.15 વાગ્યે બિલ્ડિંગમાંથી આગની જ્વાળાઓ જોયા અને તેના વિશે ફાયર બ્રિગેડને જાણ કરી, જેના પગલે આર્મી ફાયર બ્રિગેડ સહિત સાત ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા.

આ પણ વાંચો :ગોવામાં કેજરીવાલે કહ્યુ- PM મોદીએ AAP ને આપ્યું છે વફાદાર સરકારનું સર્ટિફિકેટ

સવારે 6 વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું કે આગ ખૂબ જ ગંભીર હતી અને પ્રાથમિક તપાસના આધારે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલી ઘટનાના ફોટામાં જોવા મળે છે કે બિલ્ડિંગ સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ છે.

આ પણ વાંચો :કોરોના રસીકરણનું 1 વર્ષ પૂર્ણ થતાં આરોગ્ય મંત્રીએ કહ્યું – “આ છે વિશ્વનું સૌથી સફળ અભિયાન”

સિકંદરાબાદ ક્લબની વેબસાઈટ અનુસાર, આ ક્લબની સ્થાપના અંગ્રેજો દ્વારા 1878માં કરવામાં આવી હતી અને તે ભારતની સૌથી જૂની ક્લબમાંની એક છે. 22 એકરના કેમ્પસમાં આવેલું, ક્લબનું સદી જૂનું ‘મેઈન ક્લબ હાઉસ’ તેના મૂળ સ્વરૂપમાં આજ સુધી સાચવવામાં આવ્યું છે. તેને હૈદરાબાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી હેરિટેજનો દરજ્જો મળ્યો છે. આ ક્લબમાં ક્રિકેટ ગ્રાઉન્ડ અને ઘણી મનોરંજન સુવિધાઓ તેમજ જમવા, વાંચન, ઇન્ડોર અને આઉટડોર રમતો માટેની સુવિધાઓ છે.

આ પણ વાંચો :કોરોના કેસ વધતાં રાજ્યની તમામ શાળા-કોલેજો 23 જાન્યુઆરી સુધી બંધ રહેશે

આ પણ વાંચો :લો બોલો!! ટિકિટ ન મળી તો નારાજ થઇ ગયેલા SP નેતાએ આત્મદાહનો કર્યો પ્રયત્ન

આ પણ વાંચો :ભાજપમાં જોડાયા પૂર્વ IPS અસીમ અરૂણ, કન્નોજ સદરથી લડી શકે છે ચંટણી