Gujarat surat/ સુરતમાં ધારાસભ્યએ માથાભારે બિલ્ડર વિરુદ્ધ પોલીસ કમિશનરને પત્ર લખ્યો

સુરતના સૈયદપુરા ખાતે આવેલ ખજૂરા વાડી વિસ્તારમાં 110 પરિવારો છેલ્લા ઘણો વર્ષોથી વસવાટ કરતા ચાલી આવેલ છે.

Gujarat Surat
YouTube Thumbnail 25 સુરતમાં ધારાસભ્યએ માથાભારે બિલ્ડર વિરુદ્ધ પોલીસ કમિશનરને પત્ર લખ્યો

Surat News: સુરત સૈયદપુરા વિસ્તારમાં આવેલી ખજૂરાવાડી રોડ ઉપર સોસાયટીના આવવા-જવવા માટેના રોડને બંધ કરી બિલ્ડર દ્વારા ગેરકાયદે દીવાલ ચણી દેવાતા ધારાસભ્ય અરવિંદ રાણાએ મળેલી સંકલન સમિતિનો બેઠકમાં તાત્કાલિક ધોરણે બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરી દીવાલ તોડી રસ્તો ખુલ્લો કરવાની માગ શહેર પોલીસ કમિશનર અને પાલિકા તંત્રને કરી છે.જ્યાં હાલ પાલિકા દ્વારા બિલ્ડરને નોટીસ ફટકારી દિન ત્રણમાં રસ્તો ખુલ્લો કરવા સૂચના આપી છે.

સુરતના સૈયદપુરા ખાતે આવેલ ખજૂરા વાડી વિસ્તારમાં 110 પરિવારો છેલ્લા ઘણો વર્ષોથી વસવાટ કરતા ચાલી આવેલ છે.પરંતુ છેલ્લા ઘણા દિવસોથી સ્થાનિક બિલ્ડર દ્વારા સોસાયટીના મુખ્ય માર્ગ વચ્ચે દીવાલ ચણી દેવામાં આવી છે. જેના કારણે અહીંથી અવરજવર માટેનો માર્ગ પણ હાલ બંધ થઈ ચૂક્યો છે.

આ સાથે ડ્રેનેજ અને પાણીની આર્થિક પાયાની સુવિધા પણ બંધ કરાવી દેવામાં આવી છે.સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર કોર્પોરેશનઅને શહેર પોલીસ કમિશ્નરને પણ આ મામલે રજુવાત કરવામાં આવી છે.છતાં હજી સુધી આ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.જ્યાં અંતે સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણા ને લોકો દ્વારા રજુવાત કરવામાં આવી છે.

જે રજુવાતના પગલે મળેલી સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણા એ ધારદાર રજુવાત મૂકી હતી.આ બેઠકમાં અરવિંદ રાણા એ બિલ્ડર વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરી રસ્તા વચ્ચેનું દબાણ દૂર કરવાની મા ગ કરી હતી.જે અંગે ધારાસભ્ય અરવિંદ રાણા એ લેખિતમાં પાલિકા અને પોલીસ કમિશ્નરને પત્ર લખી કાર્યવાહી કરવા રજુવાત કરી છે.

ધારાસભ્ય અરવિંદ રાણાની રજુવાત બાદ પાલિકાએ તાત્કાલિક આ મામલે બિલ્ડરને નોટિસ પાઠવી દીવાલ દૂર કરવા સુચના આપી છે.લોકોના જણાવ્યાનુસાર અહીં રહેતા 110 જેટલા પરિવારોએ ડ્રેનેજ અને પાણીની સુવિધાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં ધારાસભ્યએ માથાભારે બિલ્ડર વિરુદ્ધ પોલીસ કમિશનરને પત્ર લખ્યો


આ પણ વાંચો:દીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

આ પણ વાંચો: જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી

આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો

આ પણ વાંચો:લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ