Not Set/ માંગરોળના બોરસરા ગામે નહેરમાંથી મળ્યું નવજાત બાળક

અત્યારના સમયમાં માનવતા મરીપરવારી હોય તેવું જ જણાય રહ્યું છે. ત્યારે આવમાં માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે નહેરના પાણીમાં એક નવજાત બાળક ગર્ભનાળ સાથે ત્યજી દેવાયેલી હાલતમાં અને મૃત અવસ્થામાં તરતું જોવા મળ્યું હતું.

Gujarat Others
A 63 માંગરોળના બોરસરા ગામે નહેરમાંથી મળ્યું નવજાત બાળક

અત્યારના સમયમાં માનવતા મરીપરવારી હોય તેવું જ જણાય રહ્યું છે. ત્યારે આવમાં માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે નહેરના પાણીમાં એક નવજાત બાળક ગર્ભનાળ સાથે ત્યજી દેવાયેલી હાલતમાં અને મૃત અવસ્થામાં તરતું જોવા મળ્યું હતું. મોટા બોરસરા ગામે સીમમાંથી પસાર થતી નહેરમાં ગઈકાલે બપોરે એક નવજાત બાળકનો મૃતદેહ તરતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

નહેરના પાણીમાંથી નવજાત બાળકની લાશને કાઢવામાં આવી હતી. બાળક ગર્ભનાળ સાથે જ કોઈ જનેતાએ પોતાનું પાપ છુપાવવા માટે ત્યજી દીધુ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ ઘટનાની જાણ કોસંબા પોલીસને થતાં ઘટના સ્થળે આવી નવજાત બાળકની લાશનો કબજો મેળવી અકસ્માત મોતનો ગુનો નોંધી બાળકના માતાની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : આવતીકાલે યોજાશે પર્યાવરણ દિવસ, રાજ્યમાં પણ વૃક્ષારોપણ સહિતના યોજાશે કાર્યક્રમ

ત્યારબાદ આ ઘટના અંગે નજીકમાં આવેલી સુમીલોન કંપનીના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા નહેરના પાણીમાંથી નવજાત બાળકની લાશને કાઢવામાં આવી હતી. એવી આશંકા વ્યક્ત કરવાના આવી રહી છે કે, કોઈ જનેતાએ પોતાનું પાપ છુપાવવા બાળકને ગર્ભનાળ સાથે જ ત્યજી દીધું હશે.

ત્યારબાદ આ અંગે કોસંબા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી. અને નવજાત બાળકની લાશનો કબજો મેળવી અકસ્માત મોતનો ગુનો નોંધીને હાલ બાળકની માતાની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :યુવતીના એકતરફી પ્રેમમાં ભાણાએ મામાની કરી હત્યા

આ પણ વાંચો : રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૮ થી ૪૪ વયજૂથના લોકોને ૧ર૦૦ વેક્સિનેશન સેન્ટર્સ પરથી વિનામૂલ્યે