કચ્છ/ હરામીનાળાથી એક પાકિસ્તાની બોટ ઝડપાઇ, એક બોટ ભાગવામાં થઈ સફળ

હરામી નાળા વિસ્તારમાં બોર્ડર પિલર 1160 નજીક પેટ્રોલિંગ કરી રહેલી બીએસએફની ટુકડીએ બે પાકિસ્તાની ફિશિંગ બોટ્સ અને 4થી 5 પાકિસ્તાની માછીમારોની હરકત જોઈ હતી.

Gujarat Others
હરામીનાળા
  • કચ્છ: પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપાઇ
  • BSFએ જપ્ત કરી પાકિસ્તાની બોટ
  • હરામી નાળા ક્ષેત્રમાંથી ઝડપાય બોટ
  • બે પાકિસ્તાની બોટ્સની હરકત દેખાય
  • 1 પાકિસ્તાની બોટ ભાગવામાં થઈ સફળ

પાકિસ્તાનની નાપાક હરકતનો ફરી પર્દાફાશ થયો છે. કચ્છના હરામીનાળા નજીકથી બીએસએફ દ્વારા એક પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરવામાં આવી છે. રવિવારે હરામી નાળા વિસ્તારમાં બોર્ડર પિલર 1160 નજીક પેટ્રોલિંગ કરી રહેલી બીએસએફની ટુકડીએ બે પાકિસ્તાની ફિશિંગ બોટ્સ અને 4થી 5 પાકિસ્તાની માછીમારોની હરકત જોઈ હતી.

કીચડ અને નાળાને પગપાળા પાર કરીને બીએસએફની ટુકડી અહીં પહોંચી હતી. બીએસએફની ટુકડીને પોતાની તરફ આવતી જોઈને એક પાકિસ્તાની બોટ ભાગવમાં સફળ રહી હતી. જ્યારે બોર્ડર પિલર 1160 નજીક ભારતીય ક્ષેત્રમાં 100 મીટર અંદર પાકિસ્તાની ફિશિંગ બોટને બીએસએફે જપ્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતના દરિયાકાંઠે એક બોટ ઝડપાઈ હતી. તેના પર 12 પાકિસ્તાની હતા. તાજેતરના સમયમાં એવું જોવા મળ્યું છે કે પાકિસ્તાનીઓ ભારત સહિત અન્ય દેશોમાં પાણી મારફતે ડ્રગ્સની હેરાફેરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગયા મહિને જ જ્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું ત્યારે પાકિસ્તાની બોટ અલ હુસૈની ભારતીય જળસીમામાં પકડાઈ હતી. જ્યારે અલ હુસૈની નામની આ બોટની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી 77 કિલો હેરોઈન મળી આવ્યું હતું. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 400 કરોડ રૂપિયાની નજીક હોવાનું કહેવાય છે. આ દરમિયાન બોટમાં સવાર છ લોકો પણ ઝડપાયા હતા.

આ પણ વાંચો :લો બોલો! જે યુવાનની હત્યાના આરોપમાં બે શખ્સ જેલમાં હતા તે જીવતો નીકળ્યો

આ પણ વાંચો :વિધાનસભાની ચૂંટણી નજીક આવતા અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે, જાણો

આ પણ વાંચો :અમદાવાદથી વડોદરા જતી બસનો અકસ્માત સર્જાતા એકનું મોત,40 વિધાર્થીઓ ઇજાગ્રસ્ત

આ પણ વાંચો :ભાજપે AAP પર રેલીમાં ભીડ એકત્ર કરવા પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો, વીડિયો થયો વાયરલ