Student Hospitalised/ અમદાવાદની સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીને માર મારવામાં આવતા હોસ્પિટલમાં દાખલ

ગુરુવારે સરસપુરમાં ગ્રાન્ટ-ઇન-એઇડ સ્કૂલમાં શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યા બાદ ધોરણ 10ના વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કરતો આ છોકરો પેટમાં દુખાવાને કારણે શારદાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેના માતા-પિતાએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે બપોરે બની હતી જ્યારે તે ક્લાસરૂમમાં ક્લાસના મિત્રો સાથે રમી રહ્યો હતો.

Top Stories Ahmedabad Gujarat
મૃત્યુદરમાં થશે ઘટાડો 3 1 અમદાવાદની સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીને માર મારવામાં આવતા હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ: ગુરુવારે સરસપુરમાં ગ્રાન્ટ-ઇન-એઇડ સ્કૂલમાં શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યા બાદ ધોરણ 10ના વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કરતો આ છોકરો પેટમાં દુખાવાને કારણે શારદાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેના માતા-પિતાએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે બપોરે બની હતી જ્યારે તે ક્લાસરૂમમાં ક્લાસના મિત્રો સાથે રમી રહ્યો હતો.

બાળકના પિતાએ જણાવ્યું હતું કે મારા પુત્રએ ઘરે પાછા ફર્યા પછી તેના પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરી. તેણે કહ્યું કે તેઓ રમતા હતા ત્યારે NCC શિક્ષક ક્લાસરૂમમાં ઘૂસી ગયા અને તેને મારવાનું શરૂ કર્યું. વાલીઓએ શાળાના વહીવટીતંત્રને આ અંગે ફરિયાદ કરી અને પોલીસને જાણ કરી. જો શાળા સત્તાવાર ફરિયાદ ન નોંધાવે તો તેઓ પોલીસ ફરિયાદ કરવાની યોજના ધરાવે છે.

શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે આ રીતે શિક્ષકો દ્વારા માર મારવાની ઘટનાને ધ્યાનમાં રાખીને હવે સમય આવી ગયો છે કે ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં શિક્ષકો માટે પણ આચારસંહિતા બનાવવામાં આવે. શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે વર્તવુ તેની આચારસંહિતા રચવાની જરૂરિયાત વર્તાઈ રહી છે. વિદ્યાર્થીને ઢોરની જેમ માર મારવાથી કંઈ શિક્ષક સારો થઈ જતો નથી કે તેનું ભવિષ્ય સુધરતું નથી. વાસ્તવમાં વિદ્યાર્થીને ઢોરની જેમ માર મારનારા શિક્ષકોએ પોતે બાળક હતા ત્યારે શું કર્યુ હતું તે જોવું જોઈએ. વિદ્યાર્થીને ઢોર માર મારવાથી તેના શિક્ષણનું સ્તર ઊંચે આવવાનું નથી. આ રીતે તો વિદ્યાર્થી પોતાનું આત્મસન્માન પણ ગુમાવી બેસશે. વિદ્યાર્થીને આ રીતે માર મારતા શિક્ષકો સામે પણ આકરી કાર્યવાહી થવી જોઈએ.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ