ભાવનગર/ વિદ્યાનગરની અંધઉદ્યોગ શાળાના વિદ્યાર્થી પર અત્યાચાર, ચોરીની આશંકાએ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ…

હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને રૂમમાં પુરીને પટ્ટા વડે માર માર્યો હતો. અંધ ઉદ્યોગ શાળાના સંચાલકોએ આ ઘટનાની જાણ પણ વિદ્યાર્થીના વાલીને કરી નહોતી.

Gujarat Others
વિદ્યાર્થી

ભાવનગરના વિદ્યાનગરમાં આવેલી અંધઉદ્યોગશાળઆમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ને માર મારવામાં આવ્યો છે.ધો-6માં અભ્યાસ કરતા ભાવેશ દામાણી નામના વિદ્યાર્થીને ચોરી કર્યાની આંશકા રાખીને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને મૂંઢ માર માર્યો હતો.ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલી અંધ ઉદ્યોગ શાળામાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને ચોરીના આરોપ સાથે મારવામાં આવતા વિદ્યાર્થીને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, તેમના પરિવારજનો આક્ષેપ કરાયો છે કે વિદ્યાર્થીએ ચોરી કરી ન હોવા છતાં ચોરી કબુલાવવા માટે ઢોર માર મારવામાં આવ્યો છે. વિદ્યાર્થીના વાલીએ મામલે ઉદ્યોગશાળાના ટ્રસ્ટ અને સંચાલકો વિરુદ્ધ બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને રૂમમાં પુરીને પટ્ટા વડે માર માર્યો હતો. અંધ ઉદ્યોગ શાળાના સંચાલકોએ આ ઘટનાની જાણ પણ વિદ્યાર્થીના વાલીને કરી નહોતી.પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીના મિત્રોએ જાણ કરતા વિદ્યાર્થીના વાલી હોસ્પિટલ પહોંચ્યાહતા.ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હાલ ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલી અંધ ઉદ્યોગ શાળામાં ધોરણ 6 માં  અભ્યાસ કરતા ભાવેશભાઈ રવજીભાઈ દામાણી નામનો વિદ્યાર્થી ને અંધ ઉદ્યોગશાળામાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા  ઢોર માર્યો હોવાના આક્ષેપ સાથે આ વિદ્યાર્થીને સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે,  તેમના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે શાળામાં ચોરી થઈ હોય અને તે બાબતે ભાવેશને રૂમમાં પૂરી પટ્ટા વડે ઢોર માર મારવામાં આવ્યો તેમજ તે અંગેની જાણ પણ તેના પરિવારજનોને કરવામાં ન આવી, બાદમાં ભોગ બનનાર ના મિત્રો દ્વારા  વાલીને ફોન કરીને જણાવવામાં આવ્યું કે ભાવેશ ને માર માર્યો હોવાની વાત  કરતા પરિવારના સભ્યો ત્યાં જતા બાળકની કફોડી હાલત જોઈ અને તેને તાત્કાલિક સારવાર માટે સર.ટી હોસ્પિટલ લઈ ગયા હતા,જે અંગે વિદ્યાર્થીના વાલી દ્વારા ટ્રસ્ટી અને સનચાલકો વિરુદ્ધ બેદરકારી ના આક્ષેપ કરવામાં આવ્યા છે જે અંગે અરજીને  આધારે ભાવનગર નિલમબાગ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:કોરોનાના સંક્રમણને લઈને સુરત મહાનગર પાલિકાએ કરી આવી તૈયારીઓ

આ પણ વાંચો:શિયાળાની કડકડતી ઠંડીમાં કસરત બુસ્ટર ડોજ સમાન, શહેરીજનો આ રીતે માની રહ્યા છે આનંદ

આ પણ વાંચો:પેરાશૂટ સાથે નીચે પટકાતા કોરિયન નાગરિકનું મોત, કલેકટરે આપ્યા તપાસના આદેશ