કરુણ ઘટના/ દિવમાં શાળાના પ્રવાસે ગયેલ વિધાર્થીનું દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ

વિદ્યાર્થી દરિયાની મોજોની થપાટે ચડ્યો હતો અને દરિયામાં ખેંચાઇ જતાં તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે. 10માં ધોરણમાં અભ્યાસ કરતા ગર્વ ત્રિવેદીનું ડૂબી જવાથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Gujarat Others
વિદ્યાર્થી

દિવના દરિયામાં વિદ્યાર્થી ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. શાળાના પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીનું દરિયાના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું છે.  અદ્વૈત વિદ્યામંદિર સ્કૂલના વિધાર્થીઓ જસરાથી દિવ પ્રવાસે ગયા હતા. પ્રવાસે આવેલા વિદ્યાર્થીઓ દરિયામાં નહાઇ રહ્યા હતા. આ સમયે એક વિદ્યાર્થી દરિયાની મોજોની થપાટે ચડ્યો હતો અને દરિયામાં ખેંચાઇ જતાં તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે. 10માં ધોરણમાં અભ્યાસ કરતા ગર્વ ત્રિવેદીનું ડૂબી જવાથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

હાલમાં વિદ્યાર્થીના મૃતદેહને વતન લાવવામાં આવ્યો છે. વિદ્યાથીનો દરિયામાં મોત પહેલાનો વીડિયો પણ સામે આવ્યો છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજતા અન્ય વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ગર્વ ત્રિવેદી નામનો વિધાર્થી ધોરણ 10માં અભ્યાસ કરતો હતો, જેનું પ્રવાસ દરમિયાન ડૂબવાથી મોત થયું છે. હોનહાર વિધાર્થીનું મોત થતાં પરિવાર અને શાળામાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક વિદ્યાર્થી બનાસકાંઠાના લાખણીનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટનાને પગલે પરિવાર અને શાળામાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિદ્યાથીનો દરિયામાં મોત પહેલાનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો:રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું લાયસન્સ રદ્દ, ગૃહ મંત્રાલયે વિદેશી ફંડિંગ મામલે કરી કાર્યવાહી

આ પણ વાંચો:આગ્રા એક્સપ્રેસ વે પર બસ અને ડમ્પરની ટક્કરમાં 4 લોકોના મોત

આ પણ વાંચો:બોટાદમાં મહિલા પોલીસકર્મીએ ગળે ફાંસાે ખાઇ કરી આત્મહત્યા