Murder/ સુરતનાં વરાછામાં ફાટેલી નોટે યુવકનો લીધો જીવ, હત્યાથી સનસની

વેપારીએ ફાટેલી નોટ બદલી આપવાનું જણાવતા યુવક ઉશ્કેરાયો અને યુવક અને વેપારી વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણા કર્યું

Gujarat Surat
murder2 સુરતનાં વરાછામાં ફાટેલી નોટે યુવકનો લીધો જીવ, હત્યાથી સનસની

વેપારીએ ફાટેલી નોટ બદલી આપવાનું જણાવતા યુવક ઉશ્કેરાયો અને યુવક અને વેપારી વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણા કર્યું

સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા યુવક દ્વારા વેપારી પાસેથી વસ્તુ ની ખરીદી કર્યા બાદ પૈસા ચૂકવાવામાં આવ્યા. ચૂકવેલા પૈસામાં એક રૂપિયા 50 ની ચલણી નોટ ફાટેલી હોવાનું વેપારીના ધ્યાને આવતા વેપારી દ્વારા યુવકને ફાટેલી નોટ બદલી બીજી નોટ આપવનું કહેવાામં આવ્યું. આ મામલે યુવક અને વેપારી વચ્ચે બોલાચાલી થવા પામી. અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણા કરી લીધું હતું. બોલાચાલી બાદ ઝઘડો વકર્યો અને યુવકે પોતાનો જીવ ખોયો. આ અંગેની  જાણ વરાછા પોલીસને કરતા પોલીસે  બે ઇસમો વિરુદ્ધ ગુનો નોધી તેઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

a 48 સુરતનાં વરાછામાં ફાટેલી નોટે યુવકનો લીધો જીવ, હત્યાથી સનસની

મળતી વિગતો પ્રમાણે સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા અને મજુરી કરી  પરિવારનું ગુજરાન ચલાવતો આશાસ્પદ યુવક સવારે કોઈ કામ અર્થે નજીકમાં આવેલી દુકાને ગયો હતો. જ્યાં  ચીજ વસ્તુની ખરીદી કર્યા બાદ યુવક દ્વારા વેપારીને પૈસા આપ્યા  હતા. જેમાં રૂપિયા 50 ની નોટ ફાટેલી હોવાનું વેપારીના ધ્યાને આવતા  વેપારીએ નોટ ફાટેલી હોવાની જાણ યુવાકને કરી હતી. જે બાબતે  વેપારી અને યુવક વચ્ચે બોલાચાલી થવા પામી હતી.

mendarda 15 સુરતનાં વરાછામાં ફાટેલી નોટે યુવકનો લીધો જીવ, હત્યાથી સનસની

બોલાચાલીની ઉગ્રતાએ ખુલ્લા હાથે મારા મારી નોંતરી અને ઉગ્ર ઝઘડાએ હત્યાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સામસામી મારામારીની આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ પહોચતા, તેને સારવાર અર્થ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન યુવાકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની  જાણ વરાછા પોલીસને કરતા પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં બે શખ્સોને  પકડી પડ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…