દારૂની રેલમછેલ/ માલવણ હાઇવે પરથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાનનું ટ્રેલર ઝડપાયું

  સચિન પીઠવા, મંતવ્ય ન્યુઝ , સુરેન્દ્ર નગર માલવણ હાઇવે પરથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાનનું ટ્રેલર ઝડપાયું    બજાણા પોલિસે વિદેશી દારૂની 1006 બોટલો અને ટ્રેલર સાથે 20,88,310ના મુદામાલ સાથે એક આરોપીને ઝબ્બે કર્યો   બજાણા પીએસઆઇ સહિતના પોલિસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે માલવણ હાઇવે ચોકડી પાસેથી નીકળેલા રાજસ્થાન પાસીંગના ટ્રેલરનો ફિલ્મી ઢબે […]

Gujarat
IMG 20210622 WA0057 માલવણ હાઇવે પરથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાનનું ટ્રેલર ઝડપાયું

 

સચિન પીઠવા, મંતવ્ય ન્યુઝ , સુરેન્દ્ર નગર

માલવણ હાઇવે પરથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાનનું ટ્રેલર ઝડપાયું

 

 બજાણા પોલિસે વિદેશી દારૂની 1006 બોટલો અને ટ્રેલર સાથે 20,88,310ના મુદામાલ સાથે એક આરોપીને ઝબ્બે કર્યો

 

બજાણા પીએસઆઇ સહિતના પોલિસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે માલવણ હાઇવે ચોકડી પાસેથી નીકળેલા રાજસ્થાન પાસીંગના ટ્રેલરનો ફિલ્મી ઢબે પીછો કરી ચાલકને ઝબ્બે કર્યો હતો. બજાણા પોલિસે આ દરોડામાં વિદેશી દારૂની 1006 બોટલો, મોબાઇલ અને ટ્રેલર સાથે 20,88,310ના મુદામાલ સાથે એક આરોપીને ઝબ્બે કરી આ કેસના મુળ સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

રાજસ્થાનથી ઝાલાવાડ પથંકમાં દારૂ ઘૂસાડવાના પ્રયાસનો આજે બજાણા પોલિસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ-ધ્રાંગધ્રા હાઇવે પર માલવણ ચોકડી પાસેથી રાજસ્થાન પાસીંગના ટ્રેલર નં- RJ-27-GD-1406 નીકળતા એને આંતરતા ચાલક પુરઝડપે ટ્રેલર હંકારાતા બજાણા પોલિસે આ ટ્રેલરનો ફિલ્મી ઢબે પીછો કરી આંતરી હતી.

 

બજાણા પોલિસે રાજસ્થાન પાસીંગના ટ્રેલરની સઘન તલાશી લેતા ટ્રેલરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ- 1006, કિંમત રૂ. 85,510, વીવો કંપનીનો મોબાઇલ કિંમત રૂ. 3,000 અને ટ્રેલર કિંમત રૂ. 20 લાખ મળી કુલ રૂ. 20,88,310ના મુદામાલ સાથે રાજસ્થાન ઉદેપુરના ફત્તેહનગરના હાફીજ મોહંમદ અબ્દુલ કાદીર મુસલમાન ( ઉંમર વર્ષ- 35 )ની અટક કરી ફરીયાદી બજાણા પોલિસના સુરેશભાઇ સામંતભાઇ મુંધવાની ફરીયાદના આધારે દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બજાણા પોલિસના આ દરોડામાં પીએસઆઇ વી.એન.જાડેજા, ભરતદાન, રાજેશભાઇ મીઠાપરા સહિતનો બજાણા પોલિસ સ્ટાફ સાથે હાજર હતો.