advice/ ભાજપના દિગ્ગજ નેતાએ હાર્દિક પટેલને આપી સલાહ,ભાજપની વિચારધારા પર ચાલશે તો ફાયદો નહિતર….

દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલને સલાહ આપતા કહ્યું કે હાર્દિક ભાજપની વિચારધારાને વળગી રહેશે તો તેની રાજકિય કારર્કિદી ઉજજવળ રહેશે

Gujarat Gujarat Assembly Election 2022
Advice to Hardik Patel
  • દિલીપ સંઘાણીની હાર્દિક પટેલને સલાહ
  • હાર્દિક જો ભાજપની વિચારધારાને વળગીને રહેશે તો તેનું ભવિષ્ય સારું છે

Advice to Hardik Patel ગુજરાત વિધાનભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પુર જોશમાં ચાલી રહ્યું છે ત્યારે રાજરાકણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલને સલાહ આપી છે. દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલને સલાહ આપતા કહ્યું કે હાર્દિક ભાજપની વિચારધારાને વળગી રહેશે તો તેની રાજકિય કારર્કિદી ઉજજવળ રહેશે, અને ભવિષ્ય પણ ખુબ સારૂ રહેશે  પરતું જો વિચારધારાછી અલગ વિચારો કર્યા છે તો તેવો રસ્તો થઇ છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ નેતા દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલને સલાહ આપતા  કહ્યુ કે  ભાજપ વિચારધારાને વળગી રહેશે તો ફાયદો નહીં તો નુકસાન થશે. ભાજપ વિચારધારા સાથે ન જોડાય તો સસ્પેન્ડ પણ કરાય. ભાજપ વિચારધારાના સ્વીકારથી ભાજપનો સભ્ય બનાવ્યો છે. ભાજપની વિચારધારા સ્વીકારીને ભાજપે સભ્ય બનાવ્યો છે, , જ્યારે હાર્દિકનું ભવિષ્ય તેના વ્યવહાર પર આધારિત છે. જો વિચારધારા પર ચાલશે તો ભવિષ્ય ખુબ સારૂ રહેશે નહીં તો નુકશાન સહન કરવું પડશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર આજે ચૂંટણી યોજાવવા જઇ રહી છે. આજે 8 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે.આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીના લીધે ચૂંટણી રસપ્રદ બની રહેશે.

ઉલ્લેખનીય છે કે આજે મતદાન દક્ષિણ ગુજરાત, કચ્છ  અને સૌરાષ્ટ્માં યોજાશે. અહિના મતદારોની મૈાન બધી પાર્ટીઓ માટે રેડ એલર્ટ સમાન છે. આજે રાજ્યની 182માંથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર સવારે 8 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પહેલા તબક્કાની 89 સીટમાંથી હાલ ભાજપ પાસે 58 અને કોંગ્રેસ પાસે 26 જ્યારે BTP પાસે 2 અને NCP પાસે એક સીટ છે. જ્યારે દ્વારકા અને વિસાવદર સીટ ખાલી પડેલી સીટ છે. આ 89 સીટમાંથી ભાજપને 48 અને કોંગ્રેસને 38 સીટ મળી હતી. જ્યારે BTPને 2 અને NCPને એક સીટ મળી હતી.

Gujarat Election/25,430 VVPAT પૈકી 69 VVPAT એટલે કે 0.3 ટકા VVPAT રિપ્લેસ કરાયા