Noida/ coupleનો રસ્તા વચ્ચે બંદૂક ચલાવી સેલિબ્રેશન કરતો વીડિયો વાયરલ

નોઈડના એક કપલે સેલિબ્રેશન કરવા જાહેરમાર્ગ પર ફાયરગન ચલાવી ડાન્સ કરતો વીડિયો બનાવ્યો. પોલીસે કાર્યવાહી કરતા આરોપીની અટકાયત કરતા વાહન કબજે કર્યું.

India Trending Videos
couple dance coupleનો રસ્તા વચ્ચે બંદૂક ચલાવી સેલિબ્રેશન કરતો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરી પ્રખ્યાત થવાનો ક્રેઝ લોકોમાં વધી રહ્યો છે. ઘણા સમયથી લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના જીવનની નાનામાં નાની વાતો શેર કરવા લાગ્યા છે. હાલમાં એક કપલનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ રસ્તા વચ્ચે બંદૂક ચલાવી સેલિબ્રેશન કરતા દેખાય છે. જો કે કપલના સેલિબ્રેશનના કારણે અન્ય લોકોએ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. જેને લઈને આ કપલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

રસ્તા વચ્ચે બંદૂક ચલાવી ઉજવણી કરતું કપલ ઉત્તરપ્રદેશના નોઈડાના હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં દેખાય છે કે રસ્તા વચ્ચે કાર રોકયા બાદ કપલ ગાડીમાંથી બહાર નીકળી બંને લાંબા સમય સુધી રસ્તા પર ડાન્સ કરે છે. ડાન્સ કર્યા બાદ બંદૂકમાંથી ફાયર (સેલિબ્રેશન કરવા વપરાતું ફાયર છે) કરે છે. જાહેરમાર્ગ રસ્તા વચ્ચે કાર રોકી આ પ્રકારે સેલિબ્રેશન કરવાના કારણે રોડ પર અવર-જવર કરતા અન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર આ વીડિયો વાયરલ થયો.

દંપતિએ સેલિબ્રેશનના નામે તમામ હદો વટાવી દીધી. ડાન્સ કર્યા બાદ ફાયરગનથી સેલિબ્રેશન કરતા આ કપલે અન્ય વાહનો તરફ પણ બંદૂક ફેરવી હતી. દંપતિની આ હરકતથી અન્યલોકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે આ દંપતી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી  પ્રસિદ્ધિ મેળવવા વીડિયો શૂટ કરી રહ્યા હતા. જો કે ફાયરગનથી સેલિબ્રેશન કરતા દંપતીનો વીડિયો વાયરલ થતા ફરિયાદ બાદ નોઈડા પોલીસે કાર્યવાહી કરી. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 27500 રૂપિયાનું ચલણ જારી કરતા પોલીસે વાહન કબજે કરી દંપતીને કસ્ટડીમાં લીધું.


whatsapp ad White Font big size 2 4 coupleનો રસ્તા વચ્ચે બંદૂક ચલાવી સેલિબ્રેશન કરતો વીડિયો વાયરલ


આ પણ વાંચો : Virat Achievements/ વર્લ્ડ કપમાં સદી સાથે વિક્રમોની અનોખી વણઝાર રચતો કોહલી

આ પણ વાંચો : Rapidx/ દેશની સૌપ્રથમ સેમી હાઇસ્પીડ રેલ્વે સર્વિસને ‘નમો ભારત’નું અપાયું નામ