Surat/ વરસાદી પાણી કાઢવા જતા યુવાનનું નિપજયું મોત

સુરતમાં વરસાદનું પાણી યુવાન માટે કાળ બન્યું. વરસાદી પાણી કાઢવા જતાં યુવાનનું મોત નિપજ્યું. 25 વર્ષીય યુવાન વરસાદના પાણીનો ભોગ બન્યો.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 07 03T165308.321 વરસાદી પાણી કાઢવા જતા યુવાનનું નિપજયું મોત

સુરતમાં વરસાદનું પાણી યુવાન માટે કાળ બન્યું. વરસાદી પાણી કાઢવા જતાં યુવાનનું મોત નિપજ્યું. 25 વર્ષીય યુવાન વરસાદના પાણીનો ભોગ બન્યો. શહેરમાં વેસુમાં કન્ટ્રક્શન સાઈડ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. 25 વર્ષીય રોહિત નામનો યુવાન મદદ કરવા પાણી કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યો. રોહિત ઉપરાંત વેસુ કન્સ્ટ્રકશન સાઈટ પર અન્ય કામદારો કન્ટ્રક્શન સાઈટ પર સાફ સફાઈ કરતા હતા. પરંતુ વરસાદી પાણી કાઢવાની કામગીરીમાં યુવાન ઉંડા ખાડામાં પડ્યો. ઊંડા ખાડામાં પડતા રોહિત હટિલા નામના યુવાનને ગંભીર ઇજા થઈ. રોહિતને તાત્કાલિક નવી સિવિલ ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ 25 વર્ષીય રોહિત હાટીલાનું મોત નિપજ્યું.

વેસુમાં વરસાદી પાણી કાઢતા યુવાનનું મોત થવા મામલો સામે આવ્યો. જેના બાદ પોલીસ બનાવ સ્થળ પર પંહોચી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો અને પ્રાથમિક તપાસ કરી. યુવાનનું મોત થવા પાછળના કારણની પોલીસ તપાસ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી