સુરેન્દ્રનગર/ ચોટીલામાં ખાડો તારવવા જતા બે કાર વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત થયું

ચોટીલાના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા હરદીપભાઈ દિલીપભાઈ જેબલીયા અમરેલીના ધારી ગામેથી પરત ચોટીલા આવી રહ્યા હતા

Gujarat
Untitled 8 1 ચોટીલામાં ખાડો તારવવા જતા બે કાર વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત થયું

ચોટીલા-જસદણ રોડ ઉપર અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાય છે. આવા જ એક અકસ્માતમાં ખાડો તારવવા જતા બે કાર વચ્ચે અકસ્માતમાં ચોટીલાના આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું છે.

આ પણ વાંચો ;કોરોના કેસમાં વધારો / રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા

ચોટીલાના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા હરદીપભાઈ દિલીપભાઈ જેબલીયા અમરેલીના ધારી ગામેથી પરત ચોટીલા આવી રહ્યા હતા ત્યારે ચોટીલા-જસદણ રોડ ઉપર ખાડો તારવવા જતા તેમની કાર પલટી મારીને સામેથી આવતી કાર સાથે અથડાઈને રોડની સાઈડમાં કાર ખાબકતા હરદીપભાઈને ગંભીર ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો ;જામનગર / ગુજરાતના આ જીલ્લામાં મળી આવ્યો ઓમિક્રોન શંકાસ્પદ કે

108માં તેમને ચોટીલા રેફરલ હોસ્પીટલે લવાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. કુંઢડા ગામના બેચરભાઈ રબારીએ જણાવ્યુ કે, આ અકસ્માતના સ્થળ પર આવેલ ખાડો આશરે એકાદ ફુટ જેટલો છે અને આ ખાડો તંત્ર દ્વારા બુરવામાં ન આવતા અહી વારંવાર અકસ્માતના બનાવો બને છે અને આવા નવયુવાનો મોતને ભેટે છે. તંત્ર દ્વારા ખાડો બુરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગણી વ્યકત થઈ રહી છે.

આ પણ વાંચો ;Curfew / સંઘપ્રદેશમાં ઓમિકરોનની દહેશત, રાત્રિ કરફ્યુ અમલી