ગુજરાત/ હર ઘર તિરંગા અભિયાનને લઈને જૂનાગઢમાં પોલીસ જવાનોની ભવ્ય તિરંગા યાત્રા

જૂનાગઢ જિલ્લામાં પણ દેશ પ્રેમનો એક જુવાળ જોવા મળી રહ્યો છે.દેશની મહત્વની ગણાતી સિસ્ટમ પોલીસ વિભાગ દ્વારા પણ આ અભિયાનને સાર્થક કરવા કમર કસી છે.

Gujarat Others
તિરંગા યાત્રા

સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનને સાર્થક કરવા માટે એક લોક જુવાળ જોવા મળી રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ દેશ પ્રેમનો એક જુવાળ જોવા મળી રહ્યો છે.દેશની મહત્વની ગણાતી સિસ્ટમ પોલીસ વિભાગ દ્વારા પણ આ અભિયાનને સાર્થક કરવા કમર કસી છે.

અ 42 4 હર ઘર તિરંગા અભિયાનને લઈને જૂનાગઢમાં પોલીસ જવાનોની ભવ્ય તિરંગા યાત્રા

જણાવીએ કે, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ અને 701 જેટલા પોલીસ જવાનોની ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી, શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરુ થયેલ આ યાત્રા જલારામ સોસાયટી, તળાવ દરવાજા, ગાંધીચોક, ચિતાખાના ચોક, જેલ રોડ થઈને સરદાર પટેલ ગેઇટ ખાતે પૂર્ણ થયેલ હતી.

અ 42 5 હર ઘર તિરંગા અભિયાનને લઈને જૂનાગઢમાં પોલીસ જવાનોની ભવ્ય તિરંગા યાત્રા

આ તિરંગા યાત્રામાં 701 પોલીસ જવાનો, 50 થી વધુ પોલીસ બાઈક, જીપ, સાથે અનેરો માહોલ બાંધ્યો હતો, પોલીસ પ્રજાનો મિત્ર છે, તે સૂત્રને સાર્થક કરવા પોલીસ પરિવારે આજે તિરંગા યાત્રા કાઢતા શહેરના ચિતાખાના ચોક સુખનાથ ચોક વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું અને પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

અ 42 6 હર ઘર તિરંગા અભિયાનને લઈને જૂનાગઢમાં પોલીસ જવાનોની ભવ્ય તિરંગા યાત્રા

આ પણ વાંચો:કસાઈને 10 હજાર આપીને મંદિરમાં રખાવ્યું હતું માંસ, આવું હતું ષડયંત્ર 

આ પણ વાંચો: 1947ના ભાગલાને લઈને રાજકીય હંગામો, RSS નેતા ઈન્દ્રેશ કુમારે કહ્યું- બાપુની ભૂલને કારણે દેશના ભાગલા પડ્યા

આ પણ વાંચો:રાકેશ ઝુનઝુનવાલાએ 6 મહિના પહેલા 3Mની આગાહી કરી હતી,આજે એ સાચી પડી!