રખડતા ઢોરનો આતંક/ S.G હાઇવે પર ઢોરના કારણે સર્જાયો અકસ્માત, બન્ને વાહન ચાલકો ઇજાગ્રસ્ત

S.G હાઇવે પર આવેલા ઝાયડસ બ્રિજ ઉપર અચાનક ભેસ રોડ ઉપર આવી જતાં અને ભેંસ ને બચાવવા જતાં બે વાહનો અથડાયા હતા. અને ટેમ્પો અને ટ્રક બંને વાહનોના ચાલકને ઇજા પહોચતા

Top Stories Ahmedabad Gujarat
રખડતા ઢોર રખડતા ઢોર S.G હાઇવે પર આવેલા ઝાયડસ બ્રિજ ઉપર અચાનક ભેસ વાહન રોડ ઉપર આવી જતાં અને ભેંસ ને બચાવવા જતાં

ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે. રખડતા ઢોર ગમે ત્યારે રોડ વચ્ચે આવી જાય છે. અથવા રોડ ઉપર અડિંગો જમાવી બેસી જાય છે. જેને લઈ વાહન ચાલકોને હલકી ભોગ્વ્વનો વારો આવે છે. જો કે હવે વાહન ચ્લ્કોને અડફેટે લેવાના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. અને અનેક વાહન ચાલકો ઇજાગ્ર્સ્ત બને છે અથવા પોતાનો જીવ ગુમાવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં રકદ્તા ધોરણે કારણે જીવ ગુમાવવામાં કિસ્સા વધુ જોવા મળ્યા છે.

આવા જ એક સમાચાર અમદાવાદના એસજી હાઇવે ઉપરથી સામે આવી રહ્યા છે. જ્યાં રખડતા ઢોર ને  લઈ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે મોટા વાહનના ચાલકો ઇજાગ્રસ્ત બન્યા છે. S.G હાઇવે પર આવેલા ઝાયડસ બ્રિજ ઉપર અચાનક ભેસ રોડ ઉપર આવી જતાં અને ભેંસ ને બચાવવા જતાં બે વાહનો અથડાયા હતા. અને ટેમ્પો અને ટ્રક બંને વાહનોના ચાલકને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા છે.

a1 S.G હાઇવે પર ઢોરના કારણે સર્જાયો અકસ્માત, બન્ને વાહન ચાલકો ઇજાગ્રસ્ત

અત્રે નોધનીય છે કે ભવનગરના ગારીયાધારના રહેવાસી બાબુભાઇ મકવાણાના પુત્ર ભાવેશભાઈનું ખુટીયાની અડફેટે આવતા અવસાન થયું હતું. બાબુભાઈના પુત્ર ભાવેશભાઈ રક્ષાબંધન મનાવીને પરત ફરતા ત્યારે ખુટીયાની અડફેટે આવી જતાં મોત થયું હતું. વડોદરાના સુભાનપુરા રાજેશ ટાવર રોડ પાસે પણ થોડા દિવસ અગાઉ રાત્રે બાઈક પર જઈ રહેલા જીગ્નેશભાઈ રાજપૂતને ગાયે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તે નીચે પટકાયેલા જીગ્નેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તો આપણાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને પણ કડી ખાતે ચાલી રહેલા કાર્યક્રમ દરમિયાન અચાનક આવેલી ગાયે અડફેટે લીધા હતા અને પગમાં ઇજા પહોચી હતી. તો થોડા દિવસ અગાઉ  પોરબંદર ખાતે પણ મુખ્યમંત્રી ના કાફલામાં ગાય ધસી આવી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજા થઈ ના હતી.

World/ અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલા માટે અમેરિકાન મદદ કરી રહ્યું છે પાકિસ્તાન, તાલિબાને આપી ધમકી

National/ આ પહાડી રાજ્યમાં દર વર્ષે ચોમાસું લાવે છે મોતનું ભયાનક તાંડવ: 5 વર્ષમાં 1,550 લોકોના મોત,

વડોદરા / સમાજ સુરક્ષા સંકુલમાંથી 12 વર્ષીય બાળક લાપતા, શોધખોળ બાદ પણ કોઈ પત્તો ન મળ્યો