રોડ અકસ્માત/ દર્શન કરીને પરત આવતા પરીવારના ચાર સભ્યોનું લખતર પાસે અકસ્માતમાં કરૂણ મોત

સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં પ્રજાપતિ પરિવારની કારને ગંભીર અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ચાર જણાના મોત થયા છે. લખતરના કોઠારીયા રોડ પર કાર ઝાડ સાથે ટકરાતા આ કરૂણ અકસ્માત સર્જાયો છે.

Top Stories Gujarat Others
dharm 5 દર્શન કરીને પરત આવતા પરીવારના ચાર સભ્યોનું લખતર પાસે અકસ્માતમાં કરૂણ મોત

ગુજરાત રાજ્યમાં આજની સવાર ગોઝાઈ સાબિત થી છે. વડોદરા બાદ સુરેન્દ્ર નગર ખાતે વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ચાર લોકોના મોતના સમાચાર પણ છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ગંભીર માર્ગ અકસ્માતમાં એક જ પરિવાર ના ચાર સભ્યોના કરુણ મોત નીપજ્યા છે.

અમદાવાદ / તુલીપ સોસાયટીમાં ફાટ્યો કોરોનાનો રાફળો, મળ્યા અધધધ કેસ…

પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં પ્રજાપતિ પરિવારની કારને ગંભીર અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ચાર જણાના મોત થયા છે. લખતરના કોઠારીયા રોડ પર કાર ઝાડ સાથે ટકરાતા આ કરૂણ અકસ્માત સર્જાયો છે.

ગમખ્વાર અકસ્માત / વાઘોડિયા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, 2 બાળક સહિત 9ના મોત…

નોંધનીય છે કે આ ગંભીર અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લખતરનો પ્રજાપતિ પરિવાર મોઘલધામના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પુરૂષ અને ત્રણ મહિલાના મોત થયા છે.