Not Set/ Foreign Media મુજબ ભારતની બાલાકોટ એરસ્ટ્રાઇકમાં 140 આતંકીઓની થઇ હતી મોત

છેલ્લા કેટલાક સમયથી બાલાકોટને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે કે શું આ હુમલામાં કોઇ આતંકી માર્યો ગયો હતો? સત્તા પક્ષ આ એરસ્ટ્રાઇકને પોતાની જીત બતાવે છે તો વિપક્ષ સવાલો કરી રહી છે. ત્યારે આ મુદ્દે વિદેશી મીડિયાએ બાલાકોટમાં થયેલા હુમલામાં આતંકીઓ માર્યા ગયા હોવાની પુષ્ટી કરી છે. એક ઇટલીનાં પત્રકારે બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઇક પર […]

Top Stories India
Pakistan allows journalists to visit Foreign Media મુજબ ભારતની બાલાકોટ એરસ્ટ્રાઇકમાં 140 આતંકીઓની થઇ હતી મોત

છેલ્લા કેટલાક સમયથી બાલાકોટને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે કે શું આ હુમલામાં કોઇ આતંકી માર્યો ગયો હતો? સત્તા પક્ષ આ એરસ્ટ્રાઇકને પોતાની જીત બતાવે છે તો વિપક્ષ સવાલો કરી રહી છે. ત્યારે આ મુદ્દે વિદેશી મીડિયાએ બાલાકોટમાં થયેલા હુમલામાં આતંકીઓ માર્યા ગયા હોવાની પુષ્ટી કરી છે. એક ઇટલીનાં પત્રકારે બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઇક પર એક વિવરણ છાપ્યુ છે.

1551183294 iaf carries out strikes pakistan Foreign Media મુજબ ભારતની બાલાકોટ એરસ્ટ્રાઇકમાં 140 આતંકીઓની થઇ હતી મોત

બાલાકોટમાં એરસ્ટ્રાઇક દરમિયાન કેટલા આતંકી અથવા નાગરીક માર્યા ગયા તે વિશે ઇટલીનાં એક પત્રકાર ફ્રેંસેસા મૈરિનોએ એક વેબસાઇટમાં ભારતીય વાયુસેનાનાં બાલાકોટમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઇકનું પૂરુ વિવરણ છાપ્યુ છે. મૈરિનોએ જણાવ્યુ કે, એરસ્ટ્રાઇકમાં 130-170 આતંકીઓ માર્યા ગયા હોવાનો અનુમાન છે. હુમલામાં તે આતંકીઓનો પણ સમાવેશ થાય છે જે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન મૌત નિપજ્યુ હતુ. આ પહેલા ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને આ હુમલામાં કોઇ જાનહાનિ થઇ હોવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ ઘણી વિદેશી મીડિયાએ આ હુમલા પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે ઇટલીથી આવી રહેલા આ સમાચાર ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઇક પર સ્ટેમ્પ લગાવ્યા બરાબર છે.

satellite image balakot Foreign Media મુજબ ભારતની બાલાકોટ એરસ્ટ્રાઇકમાં 140 આતંકીઓની થઇ હતી મોત

ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલા બાદ ભારત તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમા આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદનાં ઠેકાણા પર બોમ્બનાં ગોળા ફેકવામાં આવ્યા હતા.