Narmada/ દેડયાપાડા ખાતેથી જુગારો રમાડતો આરોપી ઝડપાયો

રૂ.11230ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત

Gujarat Others
accused caught for gambling Dediyapada narmada દેડયાપાડા ખાતેથી જુગારો રમાડતો આરોપી ઝડપાયો

વસિમ મેમણ – પ્રતિનિધિ, તિલકવાડા

દેડયાપાડા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન તેઓને બાતમી મળી હતી કે દેડયાપાડા થાણા ફળિયા વિસ્તારમાં એક આરોપી પોતાના આર્થિક ફાયદા માટે ગેર કાયદેસર આં ફરક ના આંકડા લખે છે.

બાતમીના આધારે દેડયાપાડા પોલીસ સ્ટાફના માણસો મોજે થાણા ફળિયા વિસ્તારમાં જુગાર અંગે રેડ કરતા આ કામના આરોપી સ્વપ્નિલ સુધાકર ભામરે પોતાના આર્થિક ફાયદા માટે પોતાના ઘરની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં ગેર કાયદેસર રીતે વરલી મટકાના આંક ફરક ના આંકડા લખી લખાવી પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા ઝડપાઈ આવ્યો

ડેડીયાપાડા પોલીસે ઝડપાયેલા આરોપીની અંગ ઝડતી લેતા મળેલા રોકડા રૂપિયા 11230 તથા આંકડા લખેલી સ્લીપ બુક કાર્બન પેપર બોલપેન તથા જુગાર અંગેના સાહિત્ય મળી કુલ રૂપિયા 11230 ના મુદ્દા માલ સાથે સદર આરોપી સ્વપ્નિલ સુધાકર ભામરે ને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ દેડયાપાડા પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે