Cyber Fraud/ સાયબર ફ્રોડમાં પાકિસ્તાન કનેકશન હોવાનો આરોપીનો ચોંકાવનારો ખુલાસો

હજારીબાગના પોલીસ અધિક્ષકના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી કે તેઓ પાકિસ્તાની હેન્ડલર હેઠળ cyber fraud ગુનાને અંજામ આપતા.

Top Stories India
મૃત્યુદરમાં થશે ઘટાડો 56 સાયબર ફ્રોડમાં પાકિસ્તાન કનેકશન હોવાનો આરોપીનો ચોંકાવનારો ખુલાસો

દેશમાં સાયબર ક્રાઈમની ઘટનામાં વધારો થયો છે. મહાદેવપ એપ ઓનલાઈન કૌભાંડમાં અનેક મહાનુભાવોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. જેના બાદ પોલીસ વધુ સતર્ક બનતા બાજ નજર રાખી રહી છે. પોલીસે હજારીબાગના કોરા વિસ્તારમાં સાયબર ફ્રોડ (cyber fraud)માટે ચાર યુવકોની ધરપકડ કરી છે. જેમાં આ આરોપીઓએ પાકિસ્તાન સાથે કનેકશન હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો. આ ગંભીર બાબત હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું.

પોલીસ અધિક્ષક મનોજ રતન ચોથેએ આ કેસની વધુ માહિતી આપતા જણાવ્યું કે આરોપીઓએ કહ્યું કે તેઓ પાકિસ્તાની હેન્ડલરની નીચે કામ કરતા હતા. આ ચાર સાયબર ગુનેગારો પાકિસ્તાન સાથે જોડાયેલા સાયબર ક્રાઈમ સિન્ડિકેટનો ભાગ હતા. ધરપકડ કરાયેલા ચાર આરોપીઓની ઉંમર 19 થી 25 વર્ષની વચ્ચે છે. આ ચારેય યુવાનોએ 28 નવેમ્બરે પંજાબમાં 1.63 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરી હતી. આ ફ્રોડની તપાસ કરતા તમામ વિગતો સામે આવી.

હજારીબાગના પોલીસ અધિક્ષકના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી કે તેઓ પાકિસ્તાની હેન્ડલર હેઠળ cyber fraud ગુનાને અંજામ આપતા. આખરે તેઓ સાયબર ક્રાઈમમાંથી મળેલી આ રકમનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવ્યો હતો તે જાણવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ. તપાસમાં અમને જાણવા મળ્યું કે પકડાયેલા આરોપીઓએ છેતરપિંડીની રકમ રાખવા જુદા જુદા લોકો પાસેથી 50થી વધુ ખાતા ભાડે લીધા હતા. છેતરપિંડીના પૈસા આ ખાતાઓમાં જ આવતા હતા. પૈસા મેળવ્યા બાદ આ ઠગ એટીએમમાંથી રકમ ઉપાડી લેતા હતા અને હેન્ડલર દ્વારા આપવામાં આવેલા બેંક ખાતામાં પૈસા જમા કરાવતા હતા.

પંજાબમાં ઓનલાઈન છેતરપિંડી કેસની તપાસમાં પોલીસના હાથે વધુ ચોંકાવનારી માહિતી હાથ લાગી. cyber fraud કેસની તપાસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી. જેમની પૂછપરછ કરતા તેમનું પાકિસ્તાન કનેકશન સામે આવ્યું. ધરપકડ કરાયેલા આરોપીઓના નામમાં ચતરાના રહેવાસી નીતિશ કુમાર, રાજા રમણ કૌશિક અને અરવિંદ કુમાર અને ચંપારણ બિહારના સૈફ રિયાઝનો સમાવેશ થાય છે. જેમાંથી બેની હજારીબાગની એક લોજમાંથી અને બેની રાંચી રોડ પરથી ધરપકડ કરવામાં આવી હતી.


આ પણ વાંચો :

આ પણ વાંચો :