PUNJAB/ પંજાબમાં CMના આવાસની બહાર કાર્યકરોનો વિરોધ, પોલીસે લાઠીચાર્જ કર્યો

સરકારે લેખિતમાં માંગણીઓ સ્વીકારી લીધા બાદ વિરોધકર્તાઓ 19 દિવસના દેખાવો બાદ ઓક્ટોબરમાં વિરોધનો અંત લાવવા સંમત થયા હતા. તો હાલમાં મુખ્યમંત્રી ભગવંત માન…

Top Stories India
Bhagwant Mann Activists protest

Bhagwant Mann Activists protest: સંગરુર પોલીસે બુધવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ભાડાના ઘરની બહાર વિરોધ કરી રહેલા ટ્રેડ યુનિયનો સાથે જોડાયેલા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. આંદોલનકારીઓ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 (મનરેગા) હેઠળ લઘુત્તમ દૈનિક વેતન વધારીને રૂ. 700 કરવાની માંગ કરી રહ્યા છે, દલિતો માટે પાંચ મરલાના પ્લોટની યોજનાઓ અમલમાં મુકવા અને સામાન્ય પંચાયતની જમીનનો ત્રીજો ભાગ સમુદાયને ભાડાપટ્ટે આપવાની માંગ કરી રહ્યા છે. તેઓ આઠ ટ્રેડ યુનિયનોના સંયુક્ત મોરચા સાંઝા મજદૂર મોરચાના બેનર હેઠળ વિરોધ કરી રહ્યા હતા. સેંકડો ખેત મજૂરો સવારે 3 વાગ્યાની આસપાસ સંગરુરમાં પટિયાલા-ભટિંડા રોડ પાસે ભેગા થયા અને પછી મુખ્યમંત્રીના ભાડાના આવાસ તરફ કૂચ કરવા લાગ્યા. જ્યારે તેઓ સીએમ માન રહે છે તે કોલોનીની બહાર પહોંચ્યા તો પોલીસે તેમના પર બળપ્રયોગ શરૂ કર્યો અને લાઠીચાર્જ કર્યો.

સંગરુરના પોલીસ અધિક્ષક (SP) મનપ્રીત સિંહે લાઠીચાર્જની આગેવાની કરી હતી અને તે વિરોધકર્તાઓને મારતા વીડિયોમાં પણ જોવા મળ્યા હતા. વીડિયોમાં તે દેખાવકારોને મારતો અને અન્ય પોલીસકર્મીઓને સૂચના આપતો જોઈ શકાય છે. જમીન સંપાદન સંઘર્ષ સમિતિના પ્રમુખ મુકેશ મલાઉદે જણાવ્યું હતું કે, અગાઉ મુખ્યમંત્રીએ અમને બેઠક માટે સમય આપ્યો હતો, પરંતુ બાદમાં તેમણે મળવાનો ઇનકાર કર્યો હતો. હવે અમને અમારી માંગણીઓ ઉઠાવવા માટે વિરોધ કરવાની ફરજ પડી છે.

સરકારે લેખિતમાં માંગણીઓ સ્વીકારી લીધા બાદ વિરોધકર્તાઓ 19 દિવસના દેખાવો બાદ ઓક્ટોબરમાં વિરોધનો અંત લાવવા સંમત થયા હતા. તો હાલમાં મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતમાં 1 ડિસેમ્બરથી શરૂ થનારી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. આ સાથે જ તેમણે ગુજરાતમાં વચન આપ્યું હતું કે જો વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)ની સરકાર બનશે તો ગુજરાતની જનતાને વીજળીના બિલમાં પણ આવી જ રાહત મળશે. AAPએ ગુજરાતમાં સત્તા પર આવવા પર દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવાનું ચૂંટણી વચન આપ્યું છે.

આ પણ વાંચો: Gujrat Election 2022/ આ જીલ્લાના મતદાન મથકો પર મોબાઇલ નેટવર્ક જ નથી, ચૂંટણીપંચે કરી