Adani Ports/ અદાણી ગ્રૂપ વધુ એક પોર્ટ ખરીદશે, રૂ. 3000 કરોડની ડીલ

અદાણી ગ્રૂપની માલિકીની કંપની અદાણી પોર્ટ્સે ઓડિશાના ગોપાલપુર પોર્ટને ખરીદવાની તૈયારી કરી છે.

Trending Business
YouTube Thumbnail 2024 03 26T154900.804 અદાણી ગ્રૂપ વધુ એક પોર્ટ ખરીદશે, રૂ. 3000 કરોડની ડીલ

Shapoorji Pallonji Group:અદાણી ગ્રૂપની માલિકીની કંપની અદાણી પોર્ટ્સે ઓડિશાના ગોપાલપુર પોર્ટને ખરીદવાની તૈયારી કરી છે. આ પોર્ટનો 56 ટકા હિસ્સો રિયલ એસ્ટેટ ગ્રુપ શાપૂરજી પલોનજી ગ્રુપ પાસે છે, જેને અદાણી પોર્ટ ખરીદવા જઈ રહ્યું છે. આ સિવાય ઓરિસ્સા સ્ટીવેડોર્સ પાસેથી 39 ટકા હિસ્સો ખરીદવામાં આવશે. આ પછી અદાણી પોર્ટ્સ પાસે ગોપાલપુર પોર્ટની 95 ટકા માલિકી રહેશે. આ ડીલની ઇક્વિટી વેલ્યુ 1349 કરોડ રૂપિયા હશે. આ ડીલ પાછળ અંદાજે 3080 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

અદાણી પોર્ટ્સ 12 પોર્ટનું સંચાલન કરે છે 

અદાણી પોર્ટ્સના એમડી કરણ અદાણીએ જણાવ્યું હતું કે ગોપાલપુર પોર્ટની મદદથી અમારી કંપનીના કામકાજને વધુ મજબૂત બનાવવામાં અમને ઘણી મદદ મળશે. આનાથી અદાણી પોર્ટ્સની કાર્ગો પરિવહન ક્ષમતામાં વધુ વધારો થશે. હાલમાં આ બંદર પર આયર્ન ઓર, કોલસો, લાઈમસ્ટોન, ઈલ્મેનાઈટ અને એલ્યુમિનાનું પરિવહન થાય છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) હાલમાં દેશના પશ્ચિમ અને પૂર્વીય દરિયાકાંઠે 12 બંદરો અને ટર્મિનલ્સનું સંચાલન કરે છે.

શાપૂરજી પલોનજી ગ્રુપે ગોપાલપુર પોર્ટ ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના અદાણી ગ્રુપને સોંપવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં આ બીજું પોર્ટ છે જે જૂથે વેચ્યું છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રની દિગ્ગજ કંપનીએ અગાઉ ધરમતર પોર્ટ JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આપવાનો નિર્ણય કર્યો હતો. આ ડીલ 710 કરોડ રૂપિયામાં થઈ હતી. 2017માં શાપુરજી પલોનજી ગ્રુપ દ્વારા ગોપાલપુર પોર્ટનો કબજો લેવામાં આવ્યો હતો. આ પછી, પર્યાપ્ત માળખાકીય સુવિધાઓ વિકસાવ્યા પછી, આ બંદરની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ બંદરની વાર્ષિક ક્ષમતા 2 કરોડ ટન માલસામાનને હેન્ડલ કરવાની છે.

ગ્રુપ રિયલ એસ્ટેટ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે  

કંપનીના પ્રવક્તાએ મની કંટ્રોલને જાણ કરી છે કે ગોપાલપુર પોર્ટ અને ધરમતર પોર્ટનું વેચાણ કરીને, શાપૂરજી પલોનજી ગ્રુપ તેના બિઝનેસ પ્રોજેક્ટના વિકાસ અને બાંધકામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આનાથી અમારા હિતધારકોનું મૂલ્ય વધશે. તેમજ અમે અમારા રિયલ એસ્ટેટ બિઝનેસને આગળ લઈ જઈ શકીશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત બગડી , સ્લો પોઈઝન અપાતું હોવાના આરોપ જેલ પ્રસાસનને ફગાવ્યા

આ પણ વાંચોઃ કોંગ્રેસ નેતા સુપ્રીયા શ્રીનેતે કંગના રનૌત પર અભદ્ર કમેન્ટ કરવા પર રાજકારણમાં ગરમાવો, ભાજપના આકરા પ્રહાર, NCW એકશનમાં

આ પણ વાંચોઃ IPL 2024માં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો સ્ટાર ખેલાડી

આ પણ વાંચોઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે લેવાયો આ મહત્વનો નિર્ણય