શાળા પ્રવેશ/ રાજ્યમાં RTE હેઠળ પ્રવેશ સમસ્યા, આજથી પ્રવેશ ફોર્મની શરૂ થઇ ચકાસણી

ગુજરાતમાં તમામ બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુ અમલી રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ ખાનગીશાળામાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.

Gujarat Others
11 150 રાજ્યમાં RTE હેઠળ પ્રવેશ સમસ્યા, આજથી પ્રવેશ ફોર્મની શરૂ થઇ ચકાસણી
  • રાજ્યમાં આરટીઇ હેઠળ પ્રવેશ સમસ્યા
  • 75 હજાર બેઠકો સામે 1.58 લાખ ફોર્મ ભરાયાં
  • આજથી પ્રવેશ ફોર્મની ચકાસણી
  • 10 જુલાઇએ પૂર્ણ થશે ચકાસણી પ્રક્રિયા
  • 15 જુલાઇએ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ
  • રાઇટ ટુ એજન્યુકેશનનો ગુજરાતમાં અમલ
  • ખાનગીશાળામાં 25 ટકા પ્રવેશ આપવો ફરજીયાત
  • બેઠકો કરતાં બમણાંથી વધુ ફોર્મ ભરાતાં સમસ્યા

ગુજરાતમાં તમામ બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુ અમલી રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ ખાનગીશાળામાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ વર્ષે રાજ્યમાં કુલ બેઠકોનાં પ્રમાણમાં ડબલ કરતા વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભરતા RTE હેઠળ પ્રવેશ સમસ્યા વિકટ બનવાની સ્થિતિ સર્જાઇ છે.

ભાવમાંથી રાહત / અમદાવાદનાં બે વિદ્યાર્થીઓએ પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવથી કંટાળી બનાવ્યુ ઈલેક્ટ્રીક બાઈક

રાજ્યમાં તમામને સમાન શિક્ષણનો લાભ મળે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર કટિબદ્ધ છે. આ જ હેતુ રાજ્યમાં ગરીબ પરિવારનાં બાળકો પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી પોતાની કારકિર્દીનું ઉજ્જવળ ઘડતર કરી શકે તે માટે રાઇટ ટૂ એજ્યુકેશન (RTE) કાયદાનો અમલ સરકારે કર્યો છે. જે મુજબ કોઇપણ ખાનગી શાળામાં 25 ટકા પ્રવેશ RTE હેઠળનાં વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. વર્ષ 2021-22 નાં RTE પ્રવેશ પ્રક્રિયાનો હાલ પ્રારંભ થયો છે. રાજ્યમાં આવેલી ખાનગી શાળાની દ્રષ્ટિએ 25 ટકા મુજબ પ્રવેશ આપવાનો થાય તે મુજબ 75 હજાર બેઠકો પર RTE વિદ્યાર્થીઓને ફરજીયાત પ્રવેશ આપવો જોઇએ. 5 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધીમાં 1 લાખ 58 હજાર કરતાં વધુ પ્રવેશ ફોર્મ ભરવામાં આવ્યા છે. પરિણામે આ વર્ષે RTE પ્રવેશની વિકટ સમસ્યા સર્જાઇ શકે છે.

હિતલક્ષી નિર્ણય / ખેડૂતો માટે રૂપાણી સરકારનો સંવેદનશીલ નિર્ણય, ખેડૂતોને મળશે વધુ બે કલાક વીજળી

અમદાવાદમાં આરટીઇમાં કયા વર્ષે કેટલાં ફોર્મ ભરાયા

       વર્ષ                                –                કેટલાં ફોર્મ ભરાયા

   2019-20                                                   21600

   2020-21                                                   23851

   2021-22                                                   30000

રાજકારણ / આનંદીબેન MP નાં ગવર્નર પદ પરથી મુકત, જાણો કોણ બનશે નવા ગવર્નર

અમદાવાદ શહેરની ખાનગી શાળામાં 12 હજાર 500 બેઠકો છે. તારીખ 5-જુલાઇએ RTE પ્રવેશ ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઇ છે. જેની સામે 30 હજાર પ્રવશ ફોર્મ આવ્યા છે. હવે 10-મી-જુલાઇ સુધી પ્રવેશ ફોર્મ ચકાસણી પ્રક્રિયા થશે. તારીખ 15-જુલાઇથી વિદ્યાર્થીઓ માટે પ્રવેશનો પ્રથમ રાઉન્ડ શરૂ થશે. એકંદરે આ વર્ષે RTE હેઠળ બમણા કરતા વધુ પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ઘસારો રહેતા સમસ્યા કેવી રીતે ઉકેલાશે, તે જોવું રહેશે.