U19 World Cup/ અફઘાનિસ્તાનની ટીમે કર્યો મોટો ઉલટફેર, શ્રીલંકાની ટીમને 4 રને હરાવી સેમિફાઈનલમાં કર્યો પ્રવેશ

અંડર-19 વર્લ્ડ કપની બીજી ક્વાર્ટર ફાઈનલમાં શ્રીલંકા અફઘાનિસ્તાન સામે 4 રને હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ મેચમાં તેને 50 ઓવરમાં 135 રનનો સરળ ટાર્ગેટ મળ્યો હતો

Sports
11 2022 01 28T125925.816 અફઘાનિસ્તાનની ટીમે કર્યો મોટો ઉલટફેર, શ્રીલંકાની ટીમને 4 રને હરાવી સેમિફાઈનલમાં કર્યો પ્રવેશ

અંડર-19 વર્લ્ડ કપની બીજી ક્વાર્ટર ફાઈનલમાં શ્રીલંકા અફઘાનિસ્તાન સામે 4 રને હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ મેચમાં તેને 50 ઓવરમાં 135 રનનો સરળ ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ અફઘાનિસ્તાનનાં બોલરોએ અહીં વિપક્ષી ટીમને કોઈ તક આપી ન હોતી અને તેઓ 46 ઓવરમાં માત્ર 130 રનમાં જ ઓલઆઉટ થઈ ગયા હતા અને અફઘાનિસ્તાનની ટીમે મેચ 4 રને જીતી લીધી હતી. હવે સેમિફાઇનલમાં તેનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે.

આ પણ વાંચો – IPL / તો શું હવે યુનિવર્સલ બોસ IPL માં ક્યારે પણ નહી મળે જોવા? મેગા ઓક્શનમાં નથી આપ્યું પોતાનુ નામ

આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. અફઘાનિસ્તાનનાં ઓપનર નાંગેયાલિયા ખરોટે અને બિલાલ સૈયદીએ સારી શરૂઆત કરી હતી પરંતુ ટ્રેવિન મેથ્યુએ સૈયદીને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. ખરોટે પણ આગલી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. અબ્દુલ હાદીએ 37 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. શ્રીલંકાનાં વિંજુઆ રમપુલે માત્ર દસ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. માત્ર 135 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હોતી અને ઓપનર સદિશા રાજપક્ષે પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. જે બાદ શેવોન ડેનિયલ પણ બે રનનાં સ્કોર પર બિલાલ સામીનાં હાથે બોલ્ડ થયો હતો.

આ પણ વાંચો – LLC T20 / સન્યાસ બાદ આજે પણ બ્રેટ લી ની બોલિંગમાં છે આક્રમકતા, અંતિમ ઓવરમાં વિરોધી ટીમને ન કરવા દીધા 8 રન

ટોપ અને મિડલ ઓર્ડરની નિષ્ફળતા બાદ કેપ્ટન વેલ્લાલાગે અને રવિન ડી સિલ્વાએ 8મી વિકેટ માટે સારી ભાગીદારી નોંધાવી હતી અને સ્કોર 43 રનથી 112 રન સુધી લઈ ગયા હતા. શ્રીલંકાનાં સુકાની દુનિથ વેલ્લાલાગે 61 બોલમાં 34 રન બનાવ્યા અને એવું લાગી રહ્યું હતું કે તે ટીમને જીત સુધી લઈ જશે પરંતુ એવું થયું નહીં. ખરોટે વેલાલાગેની મહત્વની વિકેટ લીધી હતી, જ્યારે નાવેદે ડી સિલ્વાને આઉટ કર્યો હતો. શ્રીલંકાનાં ચાર બેટ્સમેન રન આઉટ થયા હતા જેના કારણે તેમને આટલુ મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું.