દરોડા/ રાજકોટમાં લાંબા સમય બાદ ITનું મેગા ઓપરેશન, જાણીતા બિલ્ડર RK ગ્રુપ પર આવકવેરાના દરોડા

આજે રાજકોટમાં IT વિભાગે મોટું મેગા એપરેશન હાથ ધર્યું હતું જેમાં અનેક જાણીતા ઉધોગપતિ એને બિલ્ડરોના ત્યાં દરોડા પાડ્યા હતા

Top Stories
it રાજકોટમાં લાંબા સમય બાદ ITનું મેગા ઓપરેશન, જાણીતા બિલ્ડર RK ગ્રુપ પર આવકવેરાના દરોડા

આજે રાજકોટમાં IT વિભાગે મોટું મેગા એપરેશન હાથ ધર્યું હતું જેમાં અનેક જાણીતા ઉધોગપતિ એને બિલ્ડરોના ત્યાં દરોડા પાડ્યા હતા જેના લીધે ઉધોગપતિ અને બિલ્ડર સ્તબ્ધ થઇ ગયાં હતા. આ ઓપરેશન લોબા સમય બાદ કરવામાં આવ્યું હતું રાજકોટમાં બે ડઝનથી વધુનાં ત્યાં દરોડા પડ્યા છે.

રાજકોટમાં આઇટીના દરોડા પડવાની  ખબર સમગ્ર રાજકોૉમાં વાયુવેગે પ્રસરી ગઇ હતી અને ઉદોગપતિ અને બિલ્ડરો હતપ્રદ જોવા મળ્યા હતા. રાજકોટના આરકે ગ્રુપના સર્વાનંદ સોનાવણીના ત્યાં દરોડા પાડ્યા હતા અેની સાથે તેમના ચાર ભાગીદારોના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. સોનાવાણીના સિલ્વર હાઇટસ ફલેટ પર આઇટી વિભાગે દરોડા પાડ્યા હતાં.

લાંબા સમય બાદ દરોડા પાડ્યા હતા તેનાથી બિલ્ડર લોીમાં એક સોફો પડી ગયો છે. આરકે ગ્રુપની નાનામલા ખાતેની  મુખ્ય ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતાં.આ ઉપરાંત આ ગ્રુપના બે કોન્ટ્રાકટરોના આશિષ ટાંક અને રમેશ પંચાલને ત્યાં પણ થઇ રહી છે ઇન્કવાયરી કરવામાં આવી રહી  છે .આ ઉપરાંત નામાંકિત  ઉદ્યોગપતિ હરી સુચરીયાને ત્યાં પણ IT ત્રાટકયું છે અને હરીસિંહનાં શ્રેયસ સોસાયટીનાં મકાન પસિંહર પણ ITની તપાસ હાલ ચાલી રહ્યા છે.

આઇટીના દરોડામાં અનેક બેનામી સંપત્તિ પકડાશએ તેવી પ્રભળ શક્યતા જોવાઇ રહી છે ,કરોડોની બ્લેક મની પકડાવવાની શક્યતા છે.