Not Set/ અમદાવાદ બાદ હવે રાજકોટની શાળાના 4 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

રાજકોટની શાળાઓમાં બાળકો કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. રાજકોટમાં શાળાના 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા હડકંપ મચી ગયો છે.  

Gujarat Rajkot
વિદ્યાર્થી કોરોના
  • રાજકોટમાં શાળાના 4 વિદ્યાર્થી કોરોના સંક્રમિત
  • કલેક્ટરે શિક્ષણ વિભાગ અને RTOને કર્યં દોડતું
  • 10 જેટલી સ્કુલ વાન અટકાવી કરી કાર્યવાહી
  • રાજકોટ RTO દ્વારા કરાઇ કાર્યવાહી
  • શિક્ષણ વિભાગ દ્વારા સવારથી શાળામાં ચેકીંગ
  • શાળામાં કોવિડ ગાઇડ લાઇનને લઇને ચેકિંગ
  • DEO દ્વારા 6 ટિમો બનાવી ચેકીંગ કર્યું

ગુજરાતમાં કોરોના વાયરસ સતત બાળકોમાં ફેલાઈ રહ્યો છે. બાળકો માટેની વેક્સિન હજુ સુધી આવી નથી. પરંતુ ત્રીજી લહેરમાં કોરોના બાળકોને પોતાની ચપેટમાં લઇ રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં બાળકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. સુરત, વડોદરા, વલસાડ, અમદાવાદ બાદ હવે રાજકોટની શાળાઓમાં બાળકો કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. રાજકોટમાં શાળાના 4 વિદ્યાર્થી  કોરોના સંક્રમિત થતા હડકંપ મચી ગયો છે.

વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. તો 10 જેટલી સ્કુલ વાન અટકાવી આરટીઓ દ્વારા કાર્યવાહી પણ કરાઈ છે. સાથેજ શિક્ષણ વિભાગ દ્વારા સવારથી જ શાળામાં ચેકીંગ હાથ ધર્યું છે. DEO દ્વારા 6 ટીમ બનાવી ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :ભડીયાદર ગામે માતાના ખોળા માંથી બાળકીને ઝુટવી દીપડો ભાગ્યો

રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના નવા આઠ કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં ત્રણ, સુરતમાં બે, રાજકોટમાં એક, આણંદમાં એક, ગાંધીનગરમાં એક કેસ નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસનો આંકડો 15 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં જામનગરમાં ત્રણ, વડોદરામાં બે, મહેસાણામાં એક, આણંદમાં એક, સુરતમાં ત્રણ, અમદાવાદમાં ત્રણ, રાજકોટમાં એક અને ગાંધીનગરમાં એક ઓમિક્રોનનો કેસ નોંધાયા છે.

આ પણ વાંચો :ગ્રામ પંચાયતની ચુંટણીઓમાં સરેરાશ ૭૨ થી ૭૫ ટકા મતદાન થયું..

નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 51  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 55 દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,874 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયુ નથી. આજે 87,198 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :ગુજરાતનાં દરિયાકાંઠેથી 400 કરોડનું ઝડપાયું ડ્રગ્સ, 6 પાકિસ્તાનીઓની ધરપકડ

આ પણ વાંચો :સુરતના તક્ષશિલા અગ્નિકાંડના આરોપીઓને શરતી જામીન,મૃૃતકોના પરિવારને 4 મહિનામાં વળતર

આ પણ વાંચો :હાલોલ બાયપાસ રોડ ઉપર આવેલા ૫ જેટલા ભંગારના ગોડાઉ વિકરાળ આગની ઝપેટમાં