CM/ મુખ્યમંત્રી બાદ તેમના અંગત મદદનીશ શૈલેષ માંડલિયાએ કોરોનાને હરાવ્યો,RT-PCR ટેસ્ટ નેગેટિવ, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ આજે સવારે તેમના અંગત મદદનીશ શૈલેષ માંડલીયાનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવી ચૂક્યો છે. આ ઘટનાની જાણ થતા તેઓને ચારે તરફથી શુભેચ્છા વર્ષા થઈ

Gujarat
shaileh mandaliya મુખ્યમંત્રી બાદ તેમના અંગત મદદનીશ શૈલેષ માંડલિયાએ કોરોનાને હરાવ્યો,RT-PCR ટેસ્ટ નેગેટિવ, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ આજે સવારે તેમના અંગત મદદનીશ શૈલેષ માંડલીયાનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવી ચૂક્યો છે. આ ઘટનાની જાણ થતા તેઓને ચારે તરફથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે.મુખ્યમંત્રી રૂપાણીનાં મતદાન અંગે અસમંજસ જોવા મળી રહ્યું હતું ત્યારે તેઓનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો, જેના કારણે તેઓ રાજકોટ આવી અને મતદાન કરી શક્યા હતા ફરી એક વખત તેઓના મદદનીશનો ટેસ્ટ નેગેટિવ આવ્યાના સમાચાર મળતાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

ગંભીર આક્ષેપ / રાજકોટમાં સ્ટ્રોંગ રૂમમાં પણ ઇવીએમ અસુરક્ષિત હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, કલેકટરને પાઠવ્યું આવેદન

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે પડછાયાની જેમ સતત રહેતા શૈલેષ ભાઈ માંડલિયા પણ મુખ્યમંત્રીની સાથે કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા.જોકે સમયસરની સારવાર બાદ યુ.એન.મહેતા હોસ્પિટલના ડોક્ટરોની દેખરેખ હેઠળ તેઓ એ જલ્દીથી કોરોનાને માત આપી છે.

Toolkit Case / પટિયાલા કોર્ટે દિશા રવિને આપ્યા પોલીસ રિમાન્ડ

આજે સવારે યુ.એન.મહેતા હોસ્પિટલના તબીબો દ્વારા તેઓનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હાલ તેઓ પોતાના નિવાસ્થાને આરામ હેઠળ છે.એ બાબત ઉલ્લેખનીય છે કે મુખ્ય મંત્રીનાં અંગત મદદનીશ શૈલેષભાઈ માંડલીયાનો રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં બહોળો પ્રસંશક વર્ગ છે, તે સૌ કોઈમાં આ સમાચાર બાદ રાહતની લાગણી જોવા મળી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…